World News/ કેનેડા-મેક્સિકો-ચીને અમેરિકાને આંખ બતાવી, ટ્રમ્પના ટેરિફ સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો

ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આયાત પર 25 ટકા ટેરિફ અને ચીની વસ્તુઓ પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી

Top Stories World Breaking News

World News : ચીને અમેરિકન ટેરિફ સામે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં કેસ દાખલ કરવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘ચીન ચીની વસ્તુઓ પર અમેરિકાના વધારાના 10 ટકા ટેરિફનો ચીન સખત વિરોધ કરે છે અને સખત નિંદા કરે છે. ચીન WTOમાં કેસ દાખલ કરશે અને તેના હિતોના રક્ષણ માટે યોગ્ય વળતા પગલાં લેશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા બાદ ત્રણેય દેશોએ પ્રતિક્રિયા આપી છે.

જ્યારે કેનેડા અને મેક્સિકોએ અમેરિકન ચીજવસ્તુઓ પર વળતી ટેરિફની જાહેરાત કરી છે, ત્યારે ચીને WTOમાં કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આયાત પર 25 ટકા ટેરિફ અને ચીની વસ્તુઓ પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી છે.

ચીને અમેરિકન ટેરિફ સામે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં કેસ દાખલ કરવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘ચીન ચીની વસ્તુઓ પર અમેરિકાના વધારાના 10 ટકા ટેરિફનો ચીન સખત વિરોધ કરે છે અને સખત નિંદા કરે છે. ચીન WTOમાં કેસ દાખલ કરશે અને તેના હિતોના રક્ષણ માટે યોગ્ય વળતા પગલાં લેશે.

બીજી તરફ, કેનેડાએ પણ અમેરિકન ટેરિફના બદલામાં $155 બિલિયનની અમેરિકન આયાત પર 25 ટકા ટેરિફ લાદવાનું નક્કી કર્યું છે. કેનેડાના કાર્યવાહક વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આની જાહેરાત કરી છે. ટ્રમ્પની ઘોષણા પછી તરત જ એક ટ્વીટમાં, ટ્રુડોએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથે વાત કરશે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તેમની કેબિનેટ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.તેણે કહ્યું, ‘અમે આ ઇચ્છતા ન હતા, પરંતુ કેનેડા તૈયાર છે.’ ટ્રુડોએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ટેરિફ થોડા વર્ષો પહેલા હસ્તાક્ષર કરાયેલ મુક્ત વેપાર કરારનું ઉલ્લંઘન કરે છે.” અમેરિકન લોકો માટે આના ગંભીર પરિણામો આવશે.

મેક્સિકોએ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો જવાબ ટેરિફ લાદીને આપ્યો છે. મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે શનિવારે જણાવ્યું હતું કે યુએસ દ્વારા મેક્સીકન માલ પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ તેણીએ તેના અર્થતંત્ર મંત્રીને મેક્સિકોના હિતોના રક્ષણ માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે.

શેનબૌમે X પરની એક પોસ્ટમાં કહ્યું કે તેમની સરકાર અમેરિકા સાથે મુકાબલો નહીં પરંતુ સહયોગ અને વાતચીત ઈચ્છે છે. ડાબેરી નેતા ક્લાઉડિયા શેનબૌમે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તણાવને શાંત કરવાનો વારંવાર પ્રયાસ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર BRICS દેશો પર ટેરિફ લાદવાની આપી ચેતવણી

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ભારતીયોનો દબદબો, કુશ દેસાઈને વ્હાઇટ હાઉસમાં મળી મોટી પોસ્ટ

આ પણ વાંચો:PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા