મીસીસાગુઆ,
કેનેડામાં ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઓટારિયો બોમ્બે ભેળ રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા. બ્લાસ્ટ અંગેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
2 suspects attended the scene, detonated an Improvised Explosive Device within the restaurant. Several injured were taken to local hospital and 3 in critical condition were taken to a Toronto Trauma Centre. pic.twitter.com/yzCT59UVN6
— Peel Regional Police (@PeelPolice) May 25, 2018
મળતી માહિત મુજબ આ બ્લાસ્ટ સ્થાનિક સમય પ્રમાણે રાતે લગભગ 10.30 વાગે થયો હતો. એક ન્યુઝ એજન્સીના રિપોર્ટ્સ પ્રમાણે ત્રણ લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને સારવાર માટે ટોરેન્ટોના ટ્રોમાં સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
@Peel_Paramedics have transported 15 pts. from The Bombay Bhel restaurant in Mississauga. 3 pts. were taken to trauma centres with critical blast injuries. pic.twitter.com/Qhd9mX2wV7
— Peel Regional Paramedic Services (@Peel_Paramedics) May 25, 2018
એક મહિના પહેલા જ ટોરેન્ટો શહેરમાં એક ડ્રાઈવરે તેની વાન ભીડ ઉપર ચડાવી દીધી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા હતાં. જેમાં 15 લોકો ઘાયલ થયા હતાં.

હજુ સુધી આ બ્લાસ્ટ કોઈ આતંકી કનેક્શન સામે આવ્યું નથી. હાલ પુરા એરિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
