Not Set/ કેનેડાના PM જસ્ટિન ટ્રુડો ફરી કોરોના પોઝિટિવ,ટ્વિટ કરી આપી માહિતી

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે માહિતી આપી હતી કે તેમનો COVID-19 માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું કે વેક્સિન બાદ તે સારું અનુભવી રહ્યા છે.

Top Stories World

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે માહિતી આપી હતી કે તેમનો COVID-19 માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું કે વેક્સિન બાદ તે સારું અનુભવી રહ્યા છે. PM ટ્રુડોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે કહ્યું, “હું જાહેર આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યો છું અને આઈસોલેશનમાં છું. મને સારું લાગે છે, પરંતુ તે એટલા માટે છે કારણ કે મને મારા શોટ્સ મળી ગયા છે. તેથી, જો તમે રસી ન લીધી હોય, તો રસી લો,ઉલ્લેખનીય છે  કે જાન્યુઆરીમાં પણ ટ્રુડોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા

I’ve tested positive for COVID-19. I’ll be following public health guidelines and isolating. I feel okay, but that’s because I got my shots. So, if you haven’t, get vaccinated – and if you can, get boosted. Let’s protect our healthcare system, each other, and ourselves.

— Justin Trudeau (@JustinTrudeau) June 13, 2022

ઉલ્લેખનીય છે  કે 10 જૂનના રોજ, કેનેડાએ તેના તમામ એરપોર્ટ પર રેન્ડમ કોવિડ-19 ટેસ્ટિંગને જૂનના બાકીના દિવસો માટે સ્થગિત કરી દીધું હતું, જેથી મુસાફરોને તાજેતરના અઠવાડિયાની જેમ વધુ રાહ જોવી પડી હતી. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શનિવાર (11 જૂન) થી રેન્ડમ ટેસ્ટિંગ બંધ કરવામાં આવશે અને 1 જુલાઈથી “ઑફ-સાઇટ” ફરી શરૂ થશે.