Not Set/ જુઓ વિધાનસભાના શિક્ષિત વર્સિસ અલ્પ શિક્ષિત ઉમેદવારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે એક બાજુ જ્યાં ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યાં બીજી બાજુ અમુક બેઠકો ઉપર બંને પક્ષોએ અલ્પ શિક્ષિત ઉમેદવારોને પણ ટિકીટ આપી છે. હવે અમદાવાદ શહેરની બેઠકોની વાત કરીએ તો ઠક્કરબાપાનગર બેઠક પરના ભાજપના ઉમેદવાર વલ્લભભાઇ કાકડિયા માત્ર ધોરણ 4 સુધી જ ભણ્યા છે. જ્યારે કોંગ્રેસે આ […]

Top Stories
7 vallabh kakadia જુઓ વિધાનસભાના શિક્ષિત વર્સિસ અલ્પ શિક્ષિત ઉમેદવારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે એક બાજુ જ્યાં ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યાં બીજી બાજુ અમુક બેઠકો ઉપર બંને પક્ષોએ અલ્પ શિક્ષિત ઉમેદવારોને પણ ટિકીટ આપી છે. હવે અમદાવાદ શહેરની બેઠકોની વાત કરીએ તો ઠક્કરબાપાનગર બેઠક પરના ભાજપના ઉમેદવાર વલ્લભભાઇ કાકડિયા માત્ર ધોરણ 4 સુધી જ ભણ્યા છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર તેમની સામે જેમને ઉમેદવાર બનાવ્યા છે તે બાબુભાઇ માંગુકિયા એલએલબી સુધી ભણેલા છે. આવી જ રીતે બાપુનગરની બેઠક ઉપરથી કોંગ્રેસે ઊભા કરેલા ઉમેદવાર હિંમતસિંહ પટેલ ધોરણ 9 સુધી ભણેલા છે તો ભાજપે આ બેઠક પર તેમની સામે જગરૂપસિંહ રાજપૂતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જેઓ એલએલબી સુધી ભણેલા છે. નરોડા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બલરામ થાવાણી માધ્યમિક સુધી ભણ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારી બી.એ. સુધીનું શિક્ષણ મેળવ્યુ છે. સાબરમતી બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ પણ એસએસસી સુધી ભણેલા છે તો કોંગ્રેસે આ બેઠક ઉપર તેમની સામે એમએસ (ઓર્થો) એવા જિતેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા છે. અમરાઇવાડીમાં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ ચૌહાણ એચએસસી સુધી ભણેલા છે તો ત્યાં ભાજપે તેમની સામે હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જેઓ ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ સુધી ભણ્યા છે. ઘાટલોડિયા બેઠક પર પણ આવી જ શિક્ષિત વર્સિસ અલ્પ શિક્ષિત વચ્ચે ચૂંટણી મુકાબલો થશે, આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શશિકાંત પટેલ એસએસસી સુધી ભણેલા છે તો ભાજપે તેમની સામે ભૂપેન્દ્ર પટેલને ઉતાર્યા છે તેઓ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ છે, આ સિવાયની બેઠકો પર બંને પક્ષોના ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.