Not Set/ ચેતી જજો!!! નવરાત્રીમાં યુવતી પર કરેલી એક કોમેન્ટ પહોચાડશે સીધા જેલ

નવરાત્રીનો પાવન પર્વ આવતી કાલે એટલે કે રવિવારે શરૂ થવા જઇ રહ્યો છે. જેની છેલ્લા ઘણા સમયથી ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે આ વખતે નવરાત્રીમાં વરસાદ એક મોટો વિઘ્ન સાબિત થાય તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે. પરંતુ તે સિવાય ખેલૈયાઓ અને રાત્રીમાં ગરબા જોવા નીકળતા યુવકોએ અમુક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવાની […]

Top Stories Navratri 2022
Operation romeo ચેતી જજો!!! નવરાત્રીમાં યુવતી પર કરેલી એક કોમેન્ટ પહોચાડશે સીધા જેલ

નવરાત્રીનો પાવન પર્વ આવતી કાલે એટલે કે રવિવારે શરૂ થવા જઇ રહ્યો છે. જેની છેલ્લા ઘણા સમયથી ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે આ વખતે નવરાત્રીમાં વરસાદ એક મોટો વિઘ્ન સાબિત થાય તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે. પરંતુ તે સિવાય ખેલૈયાઓ અને રાત્રીમાં ગરબા જોવા નીકળતા યુવકોએ અમુક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવાની જરૂર છે. જેવી કે, કોઇ યુવતી પર કોમેન્ટ કે અશ્લીલ હરકતો કરવી નહી, જો આવુ કરતા પોલીસનાં હથ્થે ચઢી ગયા તો નવરાત્રીમાં ગરબા નહી પણ જેલ જવાનો વારો  શકે છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર આ વખતે પણ પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરતી જોવા મળશે. દરમિયાન જો કોઇ યુવક યુવતી પર કોમેન્ટ કરતો કે અશ્લીલ હરકતો કરતો જોવા મળી ગયો તો તેને જેલમાં જવાનો વારો આવી શકે છે. આ વખતે મહિલા પોલીસ ચણીયાચોળી અને સિવિલ ડ્રેસમાં સજ્જ રહેશે. જે રોમીયોગીરી કરવા આવેલા યુવકો પર ખાસ નજર રાખશે. આ સિવાય મહિલાને થતી કોઇ પણ મુસિબત માટે હેલ્પલાઇ 181 આખી રાત મદદ માટે કાર્યરત રહેશે.

નવરાત્રીમાં યુવતીને છેડતી કરતો રોમીયો પકડાશે તો તેની સામે G.P. Act (ગુજરાત પોલીસ એક્ટ) 110, 117 મુજબનો ગુનો નોંધાશે. જો ગુનો ગંભીર હોય તો અન્ય કલમો હેઠળ ગુનો નોંધાઇ શકે છે. આ સિવાય જે પણ યુવક દારૂ પીધેલી હાલતમાં પણ જોવા મળ્યો તો તેની વિરુદ્ધ પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો કે પોલીસ દ્વારા પૂરતી સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવેલ છે પરંતુ ઘણી બાબતો પર નાગરિકોએ પોતે પણ ધ્યાન રાખવાની જરૂર છે, ખાસ કરીને યુવતીઓએ આ બાબતે કોઇપણ ઢીલાસ રાખવી તેની મુસિબતનું મોટુ કારણ બની શકે છે. ખાસ કરીને યુવતીઓએ જ્યા પણ જાય છે તેની જાણ પરિવારને કરવી જોઇએ. કોઇ પણ અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી કોઇ પણ ખાણી-પીણીની વસ્તુઓ લેવી જોઇએ નહી. આવી અમુક બાબતો પર ધ્યાન રાખી તમે પોતાની સુરક્ષામાં વધારો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.