Ahmedabad news today/ સંસદમાં હિંદુઓ અંગેના નિવેદનને લઈ રાહુલ સામે કેસ, પાંચ કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ

રાહુલ ગાંધીને સંસદમાં હિંદુઓ અંગેનું નિવેદન ભારે પડી શકે છે. સુરતના ભાજપના કાર્યકરે આ મામલે સ્થાનિક સ્ટેશનમાં રાહુલ સામે અરજી કરી છે. રાહુલ ગાંધી સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.

Gujarat Ahmedabad Surat Breaking News
Beginners guide to 2024 07 03T144112.192 સંસદમાં હિંદુઓ અંગેના નિવેદનને લઈ રાહુલ સામે કેસ, પાંચ કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ

Ahmedabad News: રાહુલ ગાંધીને સંસદમાં હિંદુઓ અંગેનું નિવેદન ભારે પડી શકે છે. સુરતના ભાજપના કાર્યકરે આ મામલે સ્થાનિક સ્ટેશનમાં રાહુલ સામે અરજી કરી છે. રાહુલ ગાંધી સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગુનો નોંધવા અરજી કરી છે. અગાઉ પણ રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદનના લીધે કોર્ટ કેસનો સામનો કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી નિવેદન બાદ અમદાવાદ કોંગ્રેસ કચેરીએ પથ્થરમારાની ઘટના બની હતી. સમગ્ર મામલામાં એલિસબ્રીજ પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. આ બે પૈકી એક ફરિયાદ માં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કોંગ્રેસના પાંચ આગેવાનોની ધરપકડ કરી છે. બીજી ફરિયાદને લઈ ને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. કોંગ્રેસ કાર્યલાય બહાર થયેલા હિંસક પથ્થરમારા મુદ્દે પોસ્ટ કરી. ગુજરાત કોંગ્રેસ કચેરી પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો. ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે. ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી. ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોઈ શકે છે. જનતા ભાજપ સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે. હું ફરી કહું છું ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે.

અમદાવાદમાં થયેલાં પથ્થરમારા કેસમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની કરવામાં આવી ઘરપકડ. પાંચેય કાર્યકર્તાઓને રાખવામાં આવ્યા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે. પાંચેય કાર્યકર્તા ઉપર ભારતીય ન્યાય સંહિતા ઉપર ગુનો નોંધવામાં આવ્યો. કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રવક્તા સંજય બ્રહ્મભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી. સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર છે. કોંગ્રેસના મનીષ ઠાકોર નારણપુરા વોર્ડ પ્રમુખ છે. મુકેશ દંતાણી જેઓ અમદાવાદ શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ છે, તેમની અને કોંગ્રેસ કાર્યકર્તા વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી છે. NSUI પ્રવક્તા હર્ષ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી