uttarpradesh news/ હાથરસ સત્સંગમાં 120થી વધુના મોત મામલે ભોલે બાબાના મુખ્ય સેવક અને અન્ય આયોજકો વિરુદ્ધ નોંધાયો કેસ

હાથરસ સત્સંગ સભામાં 120થી વધુના મોત થવા મામલે પોલીસે સત્સંગસભાના ઉપદેશક સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના મુખ્ય સેવક અને અન્ય આયોજકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 07 03T105748.538 હાથરસ સત્સંગમાં 120થી વધુના મોત મામલે ભોલે બાબાના મુખ્ય સેવક અને અન્ય આયોજકો વિરુદ્ધ નોંધાયો કેસ

Uttarpradesh News: હાથરસ સત્સંગ સભામાં ભક્તોના મોતના મામલે વધુ એક માહિતી સામે આવી છે. હાથરસમાં 120થી વધુના મોત થવા મામલે પોલીસે સત્સંગસભાના ઉપદેશક સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના મુખ્ય સેવક અને અન્ય આયોજકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વહીવટીતંત્રે કાર્યવાહી કરતાં એક પગલું આગળ વધાર્યું છે. ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ ‘મુખ્ય સેવાદાર’ તરીકે ઓળખાતા દેવપ્રકાશ મધુકર અને ધાર્મિક કાર્યક્રમના અન્ય આયોજકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. નાસભાગ મચી ગઈ હતી. બાબાનું નામ FIRમાં નથી. DG ઝોન આગરાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય અને યુપી સરકારના મંત્રી અસીમ અરુણે આ માહિતી આપી છે.

સત્સંગ સભામાં ભગદડ મચતા થયા મોત

મંગળવારે સિકંદરરૌ વિસ્તારમાં સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 120 થી વધુ ભક્તોના મોત થયા છે, જ્યારે સોથી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે નારાયણ વિશ્વહારી ઉર્ફે ભોલે બાબા ફુલરાઈ મુગલગઢીમાં સત્સંગ સમાપ્ત કરીને બહાર આવી રહ્યા હતા. મોડી રાત્રે અલીગઢ રેન્જના આઈજી શલભ માથુરે 116 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જેમાં 98 મહિલાઓ, 7 બાળકો અને 11 પુરૂષો છે.

પ્રત્યક્ષદર્શીએ જણાવી સ્થિતિ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સત્સંગમાં 1.25 લાખથી વધુ લોકો હાજર હતા.  સત્સંગસભા પત્યા પછી બધા જ જવાની ઉતાવળમાં હતા. ગરમી અને ભેજના કારણે ભક્તો પરેશાન થયા હતા. આ દરમિયાન બાબાના કાફલાને બહાર કાઢવા માટે લોકોને રોકી દેવામાં આવ્યા હતા. બધા બાબાને નજીકથી જોવા માંગતા હતા. તેની કારની ધૂળ મેળવવા માંગતા હતો. આવી સ્થિતિમાં પાછળથી ભીડનું દબાણ વધી ગયું. રોડની બાજુમાં ભેજવાળી માટી અને ખાડાઓને કારણે આગળના લોકો દબાણ સહન ન કરી શક્યા અને એક પછી એક પડવા લાગ્યા. લોકો ખાસ કરીને જમીન પર પડી ગયેલી મહિલાઓ અને બાળકો પાસેથી પસાર થતા હતા. થોડી જ વારમાં બૂમો પડી ગઈ. મોટી સંખ્યામાં લોકો બેભાન થઈ ગયા હતા.

મહત્વનું છે કે હાથરસ સત્સંગ સભામાં 120થી વધુ લોકોના મોત મામલે CM યોગીએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. એક મીડિયા ચેનલને મુલાકાત આપતા તેમણે કહ્યું કે આ ઘટના અકસ્માત છે કે પછી કોઈ ષડયંત્ર તમામ બાબતોની તપાસ થશે. કોઈ દોષિને માફ કરીશું નહી. તમામ સામે કડક કાર્યવાહી કરીશું. તેમણે પોતાની વાત સાબિત કરી છે અને સત્સંગ સભાનું આયોજન કરનાર ભોલે બાબા સહિત આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. હાથરસમાં બનેલ દુર્ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથ આજે તેઓ રૂબરૂ ઘટનાસ્થળની મુલાકાતે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બંગાળમાં બની રહી છે વિશ્વની સૌથી ઊંચી દુર્ગા પ્રતિમા, નિર્માણ પાછળ 12થી 15 લાખ રૂપિયાનો ખર્ચ થશે

 આ પણ વાંચો: નશામાં ઘરે આવી ગયા…’ પિતાના ઠપકાના કારણે BBAના વિદ્યાર્થીએ 14મા માળેથી કૂદી પડી મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચો: હાથરસમાં નાસભાગ: પોલીસની નોકરી છોડીને કરવા લાગ્યા પ્રવચન, કોણ છે ભોલે બાબા જેના સત્સંગમાં 122 લોકોએ ગુમાવ્યા જીવ