Not Set/ જામનગર એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન,અનેક યોજનાઓનું કરશે લોકાપર્ણ,જાણો વડાપ્રધાનના આજના કાર્યક્રમો

  ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસની ગુજરાત મુલાકાત શનિવારે સવારે આવી પહોંચ્યા હતા.શનિવારે સવારે જામનગરના એરોપોર્ટ પર વાયુસેનાના ખાસ વિમાન દ્રારા આવી પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે.ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતની આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક યોજનાનાનું […]

Top Stories
modi gujarat જામનગર એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન,અનેક યોજનાઓનું કરશે લોકાપર્ણ,જાણો વડાપ્રધાનના આજના કાર્યક્રમો

 

ગાંધીનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસની ગુજરાત મુલાકાત શનિવારે સવારે આવી પહોંચ્યા હતા.શનિવારે સવારે જામનગરના એરોપોર્ટ પર વાયુસેનાના ખાસ વિમાન દ્રારા આવી પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે.ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતની આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક યોજનાનાનું લોકાર્પણ કરશે.આજે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા બાદ મોદી ઓખા-બેટ દ્વારકા બ્રિજનો શિલાન્યાસ કરશે અને દ્વારકામાં રેલી સંબોધશે. ત્યાર પછી તે ચોટીલા જશે અને હિરસારા ગામમાં 2500 કરોડના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. ત્યાર પછી વડાપ્રધાન ચોટીલામાં એક રેલીનું સંબોધન કરશે.

ચોટીલાની રેલી દરમિયાન મોદી અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે છ લેનના કરવાની, રાજકોટ-મોરબી હાઈવે ચાર લેનના કરવાની, સુરેન્દ્ર નગરમાં ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજ પ્લાન્ટ સ્થાપવાની તથા જોરાવરનગર અને રતનપર ગામમાં પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાની જાહેરાત પણ કરશે.

જાણો પીએમ નરેન્દ્ર મોદીના આજના કાર્યક્રમો

9.30 વાગ્યે જામનગર એરપોર્ટ પર આગમન.

-10.30 વાગે દ્વારકાધિશ મંદિરે દર્શન.

-11 વાગે દ્વારકા-ઓખા કેબલ સ્ટેટ બ્રિજ ખાતમુહૂર્ત, જાહેરસભા.

– 1.35 વાગે ચોટીલા હેલિપેડ ખાતે આગમન.

– રાજકોટ ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમુહૂર્ત, જાહેરસભા.

– 4 વાગે ગાંધીનગર સચિવાલય હેલિપેડ આગમન.

– 4.15 વાગે ગાંધીનગર ગિફ્ટ સિટી રોડ ઉપર આઇઆઇટી કાર્યક્રમમાં ઉપસ્થિત.

– 5.50 વાગે રાજભવન- રાત્રિ રોકાણ રાજભવન