ગોવા પોલીસે મોડેલ અને ફિટનેસ ફ્રીક મિલિંદ સોમન સામે ગુનો નોંધ્યો છે. તેના ઉપર જાહેર સ્થળોએ અશ્લીલતા ફેલાવવાનો અને સોશિયલ મીડિયા પર તેને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. સોમને 4 નવેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ન્યૂડ તસ્વીર શેર કરી હતી, જેમાં તે ગોવા બીચ પર દોડતો જોવા મળી રહ્યો છે. તેણે આ તસ્વીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે, ‘મને જન્મદિવસની શુભેચ્છાઓ .. 55 અને દોડી રહ્યો છું.’ આ તસ્વીર મિલિંદની પત્ની અંકિતા કંવરએ ક્લિક કરી હતી. ગોવા પોલીસે મિલિંદ સોમન વિરુદ્ધ આઈપીસીની કલમ 294 અને કલમ 67 હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો : અમૃતા રાવ અને આરજે અનમોલે પુત્રનું કર્યું નામકરણ, શેર કર્યો આ ફોટો
આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગોવા પોલીસે અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર પૂનમ પાંડેની અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ ધરપકડ કરી હતી. આ પછી લોકોએ ટ્વિટર પર ચર્ચા શરૂ કરી હતી કે જ્યારે પૂનમ પાંડેની ધરપકડ થઈ શકે છે તો મિલિંદ સોમન કેમ નહીં. હકીકતમાં, શુક્રવારે લોકોએ મિલિંદ સોમન અને પૂનમ પાંડે પર ટ્વિટર પર ઉગ્ર ચર્ચા કરી હતી અને પોલીસ પર લિંગ પક્ષપાત અને બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો હતો.
Case registered against model-actor-fitness promoter Milind Soman, under IPC Sec 294 (Obscene acts and songs) & Sec 67 (Punishment for publishing/transmitting obscene material in electronic form) of IT Act for his social media post where he was seen sprinting naked at a Goa beach pic.twitter.com/MJq3o6y1rz
— ANI (@ANI) November 6, 2020
ગુરુવારે ગોવા પોલીસે પૂનમ અને તેના પતિ સેમ બોમ્બેની ધરપકડ કરી હતી. એક દિવસ અગાઉ, ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગ્સે પણ પૂનમ પાંડે સામે ફરિયાદ નોંધાવી હતી. પૂનમ પાંડે વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તે ગોવાના ચમોલી ડેમમાં અશ્લીલ વીડિયો શૂટ કરી રહી છે. આ ઉપરાંત પૂનમ પાંડેના અશ્લીલ વીડિયોના શૂટિંગ અંગે અજાણ્યા શખ્સે કેનાકોના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ પૂનમની પૂછપરછ કરવામાં આવી હતી, અને જાહેર સ્થળે અભદ્ર કૃત્ય કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ફરી એકવાર થિયેટરમાં માણી શકાશે ‘DDLJ’ મૂવીની મજા
