Covid-19/ સાવધાન!! કોરોના હજુ ગયો નથી, વધતા કેસોનાં કારણે જાણો ક્યા થયુ 1 અઠવાડિયાનું લોકડાઉન

મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે અને અમરાવતી જેવા જિલ્લાઓમાં વધી રહેલા કોરોનાનાં કેસનાં કારણે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઇ છે.

India
અલ્પેશ 11 સાવધાન!! કોરોના હજુ ગયો નથી, વધતા કેસોનાં કારણે જાણો ક્યા થયુ 1 અઠવાડિયાનું લોકડાઉન

મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે અને અમરાવતી જેવા જિલ્લાઓમાં વધી રહેલા કોરોનાનાં કેસનાં કારણે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઇ છે. જેના પરિણામરૂપે આજે એટલે કે રવિવારે કડક નિર્ણય લઈને સરકારે અમરાવતીમાં એક અઠવાડિયાનાં લોકડાઉનની જાહેરાત કરી હતી.

Covid-19 / બાબા રામદેવનાં કોરોનિલનાં દાવા પર WHO એ જાણો શું કર્યુ ટ્વીટ

આપને જણાવી દઇએ કે, શનિવારે પુણેમાં 849 અને અમરાવતીમાં 727 કેસ નોંધાયા હતા. કેબિનેટ પ્રધાન યશોમતિ ઠાકુરે અમરાવતી જિલ્લામાં એક અઠવાડિયાનાં લોકડાઉનની જાહેરાત કરી છે. જણાવી દઇએ કે, લોકડાઉન સોમવાર સાંજથી એક અઠવાડિયા માટે લાગુ રહેશે. આવશ્યક સેવાઓ સિવાયની દરેક વસ્તુ બંધ રહેશે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો લોકડાઉનને વધારવામાં આવશે. આ કડક નિર્ણય કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. લોકોને કોરોનાથી બચવા માટે બનાવેલા તમામ નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

Curfew / અહીં લોકડાઉનને લઇને લેવાયો નિર્ણય, શાળા, કોલેજ સહિત અન્ય સેવાઓ પર પડશે અસર

કોરોનાનાં વધતા જતા કેસોને લઇને બીએમસીએ કડક વલણ શરૂ કર્યુ છે. બાન્દ્રા પશ્ચિમમાં, BMC એ 145 લોકો સામે FIR નોંધી છે. જણાવી દઇએ કે, શનિવારે મોડી રાત્રે એક કેફેમાં રેડ કરવામાં આવી હતી. અહીં 200 લોકો પાર્ટી કરી રહ્યા હતા. આ બધા લોકો ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરી રહ્યા નહોતા. બીએમસીએ કાફે પર 50,000 રૂપિયાનો પણ દંડ ફટકાર્યો છે. જણાવી દઇએ કે, 20 ફેબ્રુઆરીએ મુંબઇમાં 16,154 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ લોકોએ ફેસ માસ્ક પહેર્યા નહોતા. BMC એ આ તમામ લોકો પાસેથી 32 લાખ રૂપિયાનો દંડ લીધો છે. રાજ્યમાં ફરીથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. આ જ કારણ છે કે બીએમસીએ કડક વલણ દેખાડ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ