ભરૂચ/ નર્મદા જયંતિની ઠેરઠેર ઉજવણી, તમામ ઘાટો હર હર નર્મદેના નાદથી ગુંજી ઉઠ્યા

ભરૂચ જિલ્લાના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા અતિપ્રાચીન નર્મદા મૈયાના મંદિરે નર્મદા માતાજીને દૂધનો અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

Gujarat Others
નર્મદા જયંતિની ઠેરઠેર ઉજવણી, તમામ ઘાટો હર હર નર્મદેના નાદથી ગુંજી ઉઠ્યા
  • નર્મદા નદીના ઘાટ ઉપર દૂધ અભિષેક આરતી ચુંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા..
  • ભરૂચ નર્મદા નદીના ઘાટો હર હર નર્મદેના નાદથી ગુંજી ઉઠ્યા…

ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી અને ગુજરાતની જીવાદોરી એવી પાવન સલિલા મા નર્મદા ની આજે જન્મ જયંતી નર્મદા જયંતિને લઇ ભરૂચ જિલ્લાના અનેક નર્મદા નદીના ઘાટ ઉપર મંદિરો આશ્રમો દ્વારા નર્મદા માતાજીને ચૂંદડી અર્પણ સહિત દૂધ અભિષેક તેમજ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવા સાથે મહા આરતીના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને સમગ્ર ભરૂચ જિલ્લાનો નર્મદા નદીનો ઘાટ આજે ભક્તોથી ગુંજી ઉઠ્યો હતી

ભરૂચ જિલ્લાના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા અતિપ્રાચીન નર્મદા મૈયાના મંદિરે નર્મદા માતાજીને દૂધનો અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ ભક્તોએ નર્મદા મૈયાને દૂધનો અભિષેક કરવા સાથે માતાજીને દૂધ અભિષેક કર્યા બાદ દૂધનો પ્રસાદ પણ ભક્તોએ લીધો હતો અને સમગ્ર દિવસ દરમિયાન નર્મદા માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું મોટી માત્રામાં પણ સરકાર ની ગાઈડલાઈન મુજબ નર્મદા માતાજીને દૂધનો અભિષેક કરી તેઓના જન્મદિન નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાઓ કરી હતી

ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ ખાતે પણ ત્રિગુણોતિ ધ્યાન સેવા આશ્રમના સ્થાપક પરમ પૂજ્ય ૧૦૦૮ સ્વામી લોકેશાનંદજી મહારાજના સાનિધ્યમાં નર્મદા જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમ નજીકના નર્મદા નદીના ઘાટ ઉપર પરમ પૂજ્ય ૧૦૦૮ સ્વામી લોકેશાનંદજી મહારાજ શહીદ ભક્તોએ નર્મદા નદીમાં વિશેષ દૂધનો અભિષેક પૂજા અર્ચના આરતી સહિત ચૂંદડી અર્પણ કરી નર્મદા જયંતિની ઉજવણી કરી હતી નર્મદા જયંતિને લઇ ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી ભક્તો પણ હર હર નર્મદેના નાદથી સમગ્ર નર્મદા નદીનો ઘાટ ગજવી મૂક્યો હતો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઓરપટાર ગામે પણ નર્મદા જયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી જેમાં ગામના હજારો ભકતોએ ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળી કળશ યાત્રા સાથે નર્મદા નદીના ઘાટ ઉપર પહોંચ્યા હતા જ્યાં ભજન મંડળી સહિત હજારો ભકતોએ ૫૧ લીટર દૂધનો અભિષેક કરવા સાથે નર્મદા મૈયાની વિશેષ પૂજા અર્ચના અને આરતી કરી હતી સાથે જ હજારો ભકતોએ માં નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી નર્મદા મૈયાના જન્મદિનની વિશેષ ઉજવણી કરવામાં આવેલી સાથે મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને હજારો ભક્તો નર્મદા નદીના ઘાટ ઉપર હર હર નર્મદેના નારા સાથે નર્મદા નદીમાં ડૂબકી લગાવી પુણ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસો કર્યા હતા

ભરૂચ તાલુકાના ઝનોર ગામે પણ માં નર્મદા સેવા સમિતિ નર્મદા માતાજીના મંદિર ખાતે ઝનોરમાં પણ નર્મદા જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં કળશ અને મૂર્તિની સ્થાપના સંધ્યા આરતી માતાજીની ચૂંદડી અર્પણ તથા દુધા અભિષેક સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યા હતા અને ઝનોર ગામની નર્મદા નદીનો ઘાટ નર્મદા માતાજીની જન્મ જયંતી લઈ ઉભરાય ઉઠ્યો હતો નર્મદા નદીના કિનારે હજારો ભકતોએ માં નર્મદા ને ચૂંદડી અર્પણ કરી હતી સાથે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા માતાજીની વિશેષ આરતી પૂજા અર્ચના સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને સમગ્ર નર્મદા નદીનો ઘાટ ભક્તિમય માહોલમાં જોવા મળ્યો હતો

ભરૂચની જન્મદાત્રી અને ગુજરાતની જીવાદોરી એવી પુણ્યસલિલા માં નર્મદાની આજે જન્મ જયંતી છે. જે નિમિત્તે ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે આજે માં નર્મદાની સવા લાખ દિવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ૧૦૦૦ સાડી અર્પણ, મહાપૂજા, અભિષેક અને મહાપ્રસાદી, વગેરે જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતાં

Surat / પાણી અને ગટરની સુવિધાની કામગીરી અને જાળવણી ખાનગી હાથોને સોંપવાનું આયોજન

Congress Nyay Yatra / ગુજરાતના 33 જિલ્લામાં કોંગ્રેસની ન્યાય પદયાત્રા, કોરોના પીડિત પરિવારોને વળતરની માંગણી

lata mangeshkar / લતા મંગેશકરના અંતિમ સંસ્કારથી અમિતાભ બચ્ચન કેમ દૂર રહ્યા?

Parliament session /  કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને મોદીએ આપ્યો એવો જવાબ કે વિપક્ષ પણ હસવાનું રોકી શક્યા નહીં

Covid-19 / દિલ્હીમાં 24 કલાકમાં 1,151 નવા કેસ, પોઝિટીવીટી રેટ ઘટીને 2.62% થયો