Not Set/ ચંદ્રયાન-2 : અવકાશમાં ભારત માટે બીજી મોટી ઉપલબ્ધિ,  ચંદ્રની કક્ષામાં સ્થાપિત ચંદ્રયાન-2

ભારતની મહત્વાકાંક્ષી ચંદ્રમિશન ચંદ્રયાન -2 ને મંગળવારે સવારે 9.30 કલાકે સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે.  ચંદ્રની કક્ષામાં  પ્રવેશ માટે ચંદ્રયાનને 1738 સેકંડનો સમય લાગ્યો હતો. શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી 29 દિવસ પહેલા તેનું લોકાર્પણ કરાયું હતું. ચંદ્રયાન -2 ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરાવવો એ વૈજ્ઞાનિકો માટે માટે એક મુશ્કેલ પડકાર હતો. ભારતીય […]

Top Stories India

ભારતની મહત્વાકાંક્ષી ચંદ્રમિશન ચંદ્રયાન -2 ને મંગળવારે સવારે 9.30 કલાકે સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે.  ચંદ્રની કક્ષામાં  પ્રવેશ માટે ચંદ્રયાનને 1738 સેકંડનો સમય લાગ્યો હતો. શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી 29 દિવસ પહેલા તેનું લોકાર્પણ કરાયું હતું.

ચંદ્રયાન -2 ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરાવવો એ વૈજ્ઞાનિકો માટે માટે એક મુશ્કેલ પડકાર હતો. ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) ના પ્રમુખ કે શિવાન આજે સવારે 11 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં તે મિશન વિશે વાત કરશે.

સોમવારે શિવને કહ્યું હતું કે,  ચંદ્રયાન -2 ચંદ્રની કક્ષામાં આવ્યા પછી, ચાર ચંદ્ર ભ્રમણકક્ષામાંથી પસાર થશે, ત્યારબાદ તે ચંદ્રની અંતિમ કક્ષામાં દક્ષિણ ધ્રુવથી આશરે 100 કિ.મી. ઉપરથી પસાર થશે. આ દરમિયાન, 2 સપ્ટેમ્બરે યાનનો “વિક્રમ લેન્ડર” ઓર્બિટરથી અલગ થઈ જશે. ‘વિક્રમ’  ચાર દિવસ માટે 30 x 100 કિ.મી.ના ત્રિજ્યામાં ચંદ્રમા ગોળ પરિભ્રમણ કરશે.

તે પછી 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પરના દક્ષિણ ધ્રુવમાં પ્રવેશ કરશે. 22 જુલાઇએ શરૂ થયેલ, આ મિશનને પહેલા  23 દિવસ પૃથ્વીનું  પરિભ્રમણ કર્યું હતું. પછી ચંદ્રની કક્ષામાં પહોંચવામાં 6 દિવસનો સમય લાગ્યો. ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી, 13 દિવસ ભ્રમણ કરશે.

ચાર દિવસ પછી, સંભવત 7  સપ્ટેમ્બરે, તે પૂર્વનિર્ધારિત સ્થળે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેંડિંગ કરશે.  વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ચંદ્ર સપાટી પર સોફ્ટ લેંડિંગ એ ઇસરો માટે આ મિશનનો સૌથી મોટો પડકાર હશે, કેમ કે ત્યાં હવામાં હલનચલન નથી અને ગુરુત્વાકર્ષણનું બળ પણ બધે અલગ અલગ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.