Not Set/ નવરાત્રી નજીક આવતા રાજકોટની બજારોમાં 5 કરોડના ચણિયાચોળી અને જ્વેલેરીનું વેચાણ થયું

ચણીયા ચોલીના વેપાર રાજકોટમાં મોટા પાયે થતો હોય છે નવરાત્રી આવતાની સાથે જ ભાડાપર આપતા ચણિયાચોળી અને વેચાણ કરતી દુકાનોમાં સાતમ-આઠમ પછી નવરાત્રિના ટ્રેડિશનલ ચણીયા ચોળી ની ખરીદી શરૂ થઈ જતી હોય છે

Gujarat Rajkot

રાજયમાં શેરી ગરબા અને સોસાયટીઓમાં ગરબા રમવાની મંજૂરી રાજકોટની બજાર ને ફળી છે, બે વરસ પછી વેપારીઓને તહેવારોનો લાભ મળ્યો છે. નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો બાકી છે તે પૂર્વે બજારમાં ખરીદીનો ધમધમાટ ચાલી રહ્યો છે નવરાત્રી પહેલાંના શનિ-રવિ એ સાંગણવા ચોક,ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, ગુંદાવાડી, બંગડી બજાર સહિત સ્થાનિક બજારમાં ચણિયાચોળી લઈ જ્વેલરીની ખરીદી માટે પડાપડી જોવા મળી હતી. સ્થાનિક વેપારીઓના અંદાજ મુજબ નવરાત્રિની સીઝન માં જ વેપારીઓને પાંચ કરોડ નો વેપાર થતા માર્કેટ ની ગાડી નોનસ્ટોપ દિવાળી ના તહેવાર સુધી દોડશે તેવી આશા સાથે બજારમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને વેપારીઓના ચહેરા પર પણ નવી ચમક જોવા મળી છે.

આ પણ વાંચો ;આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ

કોરોના ના લીધે છેલ્લા દોઢ-બે વર્ષથી સ્થાનિક બજારમાં વેપાર રોજગાર પડી ભાંગ્યા હતા, ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓની હાલત કફોડી બની હતી. ગત વર્ષે તમામ તહેવારો અને લગ્ન પ્રસંગ ની મોસમ ફેઇલ જતા પારાવાર નુકસાન સહન કરવું પડ્યું હતું કરોડોનો ફટકો સહન કરીને પણ વેપારીઓને આશા હતી કે હવે કોરોના હળવો થતા અને તહેવારોની સિઝન શરૂ થતાં ફરીથી ખરીદીનો કરંટ બજારમાં જોવા મળશે અને તેમની આશા પણ પૂરવાર સાબિત થઈ છે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટની ટ્રેડિશનલ માર્કેટમાં વેપારીઓને આખરે રૂપિયા પાંચ કરોડનો વેપાર થયો છે આ ઉપરાંત ગારમેન્ટના હોલસેલર,રિટેલ થી માંડી સોની બજાર સહિતના વેપાર વ્યવસાયોમાં ફૂલતેજી જોવા મળી છે.

ચણીયા ચોલીના વેપાર રાજકોટમાં મોટા પાયે થતો હોય છે નવરાત્રી આવતાની સાથે જ ભાડાપર આપતા ચણિયાચોળી અને વેચાણ કરતી દુકાનોમાં સાતમ-આઠમ પછી નવરાત્રિના ટ્રેડિશનલ ચણીયા ચોળી ની ખરીદી શરૂ થઈ જતી હોય છે ગત વર્ષે કોરોના ના લીધે રાજકોટ સહિત રાજ્યભરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનું આયોજન થયું ન હતું જેના લીધે આ વેપારમાં કરોડો રૂપિયાનો ફટકો પડ્યો હતો. જોકે સરકારે આ વખતે ખાનગી આયોજકોને ગરબા માટે મંજૂરી આપી નથી પરંતુ સોસાયટીઓ અને શેરીઓમાં તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા નવરાત્રી મહોત્સવના ધમાકેદાર આયોજન થયા હોવાથી ખેલૈયાઓ ખુશખુશાલ થઇ ગયા છે અને લાંબા સમય બાદ ગરબે ઘુમવા ના હોવાથી ચણીયા ચોળી,કુર્તા,કેડીયા, જવેલરી સહિતની ખરીદી ઓ કરી રહ્યા છે દર વર્ષે પાર્ટીપ્લોટમાં થતા આયોજન ના લીધે ખેલૈયાઓ નવ દિવસ દરમિયાન ગરબા રમવાના હોવાથી ભાડા પર બુકીંગ કરાવતા હતા પરંતુ આ વખતે ઘર આંગણે જ ગરબા રમવા માટે નો લાભ મલતા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પોતાની રીતે વસાવી રહ્યા છે.

આ પણ વાંચો :પંજાબ / નવજોત સિંહ સિદ્ધુની કરાઈ અટકાયત, રાજ્યપાલ નિવાસ પર કરી રહ્યા હતા ધરણા