Covid-19/ આજનાં આંકડા જોતા ગુજરાત માટે થોડા દિવસોમાં જ કહી શકાશે કે, “એક થા કોરોના”

વિશ્વભરમાં કોરોનાનાં ઉપાડા વચ્ચે ગુજરાત માટે થોડા દિવસોમાં જ કહી શકાશે કે એક થા કોરોના….બીલકુલ સારી વાત છે અને આ વાતને કોરોનાનાં રોજેરોજ આવતા આંકડા પુષ્ટી પણ આપી રહ્યા છે.

Top Stories Gujarat
ઝડપથી

વિશ્વભરમાં કોરોનાનાં ઉપાડા વચ્ચે ગુજરાત માટે થોડા દિવસોમાં જ કહી શકાશે કે એક થા કોરોના….બીલકુલ સારી વાત છે અને આ વાતને કોરોનાનાં રોજેરોજ આવતા આંકડા પુષ્ટી પણ આપી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની ગતી મંદીતો પડી જ છે, પરંતુ કોરોના એક સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ જોવામાં આવી રહ્યો છે. દુનિયામાં કોરોનાનાં કકડાટ વચ્ચે ભારત માટે ધીમા પણ મક્કમતા સાથેનાં સારા સમાચાર આવી રહ્યા છે તો ગુજરાતમાં તો કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે આજે સામે આવેલા કોરોનાનાં આંકડાની તો….

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 615 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 03 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  746 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 240517 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 7695 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 7695 એકટિવ  કેસમાંથી 60 વેન્ટીલેટર પર છે, જ્યારે 7635 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 615 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 252559 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 03  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4347 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ‍રાજયભર‍માંથી‍ આજે 746 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકારી રેટ 95.23 થયો છે.  રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ ‍‍‍‍ 240517 દદીઓ‍એ‍ કોરોનાને ‍મ્હાત‍ આપી છે.‍

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 484998લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 484883 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 115 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…