ફાયરિંગ/ કાબુલ એરપોર્ટના એન્ટ્રી ગેટ પર ફાયરિંગ થતાં અફરાતફરીનો માહોલ,લોકોમાં ભારે દહેશત

આજે અમેરિકાએ આતંકવાદી વિસ્તારમાં એરસ્ટ્રાઇક કરીને અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. અને હજી પણ વધુ એરસ્ટ્રાઈઇક થઇ શકે છે

Top Stories
કાબુલ ફાયરિંગ કાબુલ એરપોર્ટના એન્ટ્રી ગેટ પર ફાયરિંગ થતાં અફરાતફરીનો માહોલ,લોકોમાં ભારે દહેશત

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી બોમ્બ ધડાકાના બે દિવસ બાદ શનિવારે એરપોર્ટના પ્રવેશ દ્વાર પાસે ફાયરિંગ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. અનેક રાઉન્ડ ફાયરિંગ બાદ લોકોમાં ભયનો માહોલ છે. એરપોર્ટની આજુબાજુ અશ્રુના ગોળાઓ જોવા મળે છે. ફાયરિંગ બાદ લોકો અહીં અને ત્યાં દોડતા જોવા મળે છે.અફરાતફરીનો માહોલ છે જ્યારથી તાલિબાનોના હાથમાં કમાન આવી છે  ત્યારથી અફઘાનિસ્તાનની સ્થિતિ ભયાવહ છે લોકો દહેશતમાં જીવી રહ્યા છે આ ફાયરિંગ અંગેની વધુ વિગત પ્રાપ્ત થઇ નથી.

ઉલ્લેખનીય છે કે  કાબુલ એરપોર્ટ નજીક થયેલા હુમલામાં અત્યાર સુધીમાં 103 લોકોના મોત થયા છે. જેમાં 90 અફઘાન નાગરિકો અને 13 અમેરિકન સૈનિકો સામેલ છે. મીડિયા અહેવાલો અનુસાર, હુમલામાં માર્યા ગયેલા 90 અફઘાનમાં 28 તાલિબાન પણ હતા. આ તમામ તાલિબની એરપોર્ટની બહાર સુરક્ષામાં ઉભા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં ઘાયલોની સંખ્યા 1300 ને પાર કરી ગઈ છે.આજે અમેરિકાએ આતંકવાદી વિસ્તારમાં એરસ્ટ્રાઇક કરીને અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. અને હજી જંગ ચાલુ છે આવનાર દિવસોમાં હજીપણ અમેરિકા વધુ હુમલા કરી શકે છે.