Not Set/ ચપ્પલકાંડ/ આરોપી કયા પક્ષનો? કોંગ્રેસ-ભાજપ બનેં સાબિત કરવાની હોડમાં…

કરજણમાં નીતિન પટેલ પર ચપ્પલ ફેકવાનો મામલો રાજકીટ રંગ લઇ રહ્યો હોય તેવી રીતે ચપ્પલકાંડમાં ભાજપ – કોંગ્રેસ રોકડી કરવાની હોડમાં જોવામાં આવી રહ્યા છે. ચપ્પલકાંડને અંજામ આપનાર કોંગ્રેસનો હોવાનું અને કોંગ્રેસ દ્વારા સમગ્ર કાંડ પ્લાન કરાયો હોવાનું ભાજપનાં અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા કહી દેવામાં આવ્યું છે. તો સામે કોંગ્રેસ દ્વારા ચપ્પલ કાંડ પ્લાન હોવાની […]

Top Stories Gujarat Others
chappal 1 ચપ્પલકાંડ/ આરોપી કયા પક્ષનો? કોંગ્રેસ-ભાજપ બનેં સાબિત કરવાની હોડમાં...

કરજણમાં નીતિન પટેલ પર ચપ્પલ ફેકવાનો મામલો રાજકીટ રંગ લઇ રહ્યો હોય તેવી રીતે ચપ્પલકાંડમાં ભાજપ – કોંગ્રેસ રોકડી કરવાની હોડમાં જોવામાં આવી રહ્યા છે. ચપ્પલકાંડને અંજામ આપનાર કોંગ્રેસનો હોવાનું અને કોંગ્રેસ દ્વારા સમગ્ર કાંડ પ્લાન કરાયો હોવાનું ભાજપનાં અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા કહી દેવામાં આવ્યું છે. તો સામે કોંગ્રેસ દ્વારા ચપ્પલ કાંડ પ્લાન હોવાની વાતને પુષ્ટી આપવામાં આવી હોય તેવી રીતે ભાજપ દ્વારા જ આ કાંડ રચીને કોંગ્રેસ પર ખોટો ધબ્બો લગાડવાની કોશિશ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ મામલામાં ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી દ્વારા પોતાનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચપ્પલ ફેંકનાર રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે. રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ પણ હતો. રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર યાદી જાહેર કરી કોંગ્રેસ પ્રવક્તાએ પોતાની વાત લોકો સમક્ષ રાખી છે. 

કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 2010માં રશ્મિન પટેલ ભાજપનાં મેન્ડેડ પર જીત્યો હતો. ભાજપે જ તેને કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો. રશ્મિનના પત્ની શિનોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છે. અને રશ્મિને કોંગ્રેસનાં કારણે કે કોંગ્રેસના કહેવાથી નહી, પરંતુ ભાજપનાં જુથવાદના કારણે ચપ્પલ ફેકાયુ હોવાની ચર્ચા પણ જાણતા લોકોમાં જોરદાર રીતે ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ડે.સીએમ પર ચપ્પલ ફેંકનાર શિનોરનાં રશ્મિન પટેલનાં ચપ્પલકાંડ મામલે વડોદરા જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, બનાવ સંદર્ભે ડીવાયએસપીને તપાસ સોંપાઇ હતી. પોલીસની વિવિધ ટીમો બનાવી રશ્મિન પટેલની શોધખોળ કરાઇ હતી. અંગત બાતમીને આધારે આ વાત સામે આવી છે. આરોપીનો સભામાં હુલ્લડ કરાવવાનો પ્રયાસ હોઇ શકે તેવી ભીંતી છે. રશ્મિન પટેલ અને અમિત પંડ્યા વચ્ચેની ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ છે. ઓડિયો ક્લિપમાં ચપ્પલ ફેંકવાનાં કાવતરાનો ઉલ્લેખ છે.