અમદાવાદ/ રથયાત્રામાં રથોનું છે વિશેષ મહત્વ, અહીં જાણો ભગવાનના રથ વિશે જાણી-અજાણી વાતો

રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા વિવિધ રથોમાં બિરાજી નગર ચર્યાએ નીકળે છે. રથયાત્રામાં ભાઈ બલરામનો રથ મોખરે રહે છે, વચ્ચે બહેન  શુભદ્રાનો રથ હોય અને અંતમાં શ્રી જગન્નાથજીનો રથ રહેતો હોય છે.

Ahmedabad Gujarat
ભગવાનના રથ

અમદાવાદમાં દર વર્ષે અષાઠ બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા, ભાઇ બલરામ વિશેષ રથોમાં સવાર થઇ નગરજનોને દર્શન આપવા નગર ચર્યાએ વિહરે છે. જગન્નાથ ભગવાન જે રથમાં વિરાજે છે, તે રથ 1950માં નિર્માણ પામેલો છે. હાલ રથયાત્રાના રથોનું રંગ રોપાણ સાથે સમારકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. તો જાણીએ ભગવાનના રથ વિશે જાણી-અજાણી વાતો…

રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા વિવિધ રથોમાં બિરાજી નગર ચર્યાએ નીકળે છે. રથયાત્રામાં ભાઈ બલરામનો રથ મોખરે રહે છે, વચ્ચે બહેન  શુભદ્રાનો રથ હોય અને અંતમાં શ્રી જગન્નાથજીનો રથ રહેતો હોય છે. રથનું નિર્માણ લીમડાના લાકડાથી થાય છે. આ રથોનું નિર્માણ ભાઈ સેવાયગતન એટલે કે શ્રી મંદિર સાથે સંકળાયેલા સુથાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમ મનુષ્યનું શરીર પાંચ તત્વોથી બનેલું હોય છે. એ જ રીતે રથ લાકડા, ધાતુ, રંગ, ડ્રેસ અને સજાવટ એમ પાંચ તત્વોથી નિર્માણ થાય છે.

a 84 1 રથયાત્રામાં રથોનું છે વિશેષ મહત્વ, અહીં જાણો ભગવાનના રથ વિશે જાણી-અજાણી વાતો

રથના નિર્માણમાં નખ અથવા કાંટાવાળી ચીજોનો ઉપયોગ થતો નથી. આ રથના સમારકામ અને રંગરોગાનની કામગીરી ચાલી રહી છે.

રથની પૂજા ચંદનયાત્રા બાદ થાય છે. પૂજન બાદ કારીગરો રથના સમારકામના કાર્યનો આરંભ કરે છે. ભગવાન જગન્નાથના લાલ અને પીળા કલરના રથમાં 16 પૈડાં છે. તેના નિર્માણ માટે વિવિધ 32 ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ રથ અન્ય બે રથ કરતા મોટો છે. ભગવાનના અલગ- અલગ ત્રણ રથ છે.

a 84 2 રથયાત્રામાં રથોનું છે વિશેષ મહત્વ, અહીં જાણો ભગવાનના રથ વિશે જાણી-અજાણી વાતો

રથયાત્રાના ત્રણેય રથની આગવી ઓળખ છે. જગન્નાથજીના રથને નંદીઘોષ, બલરામના રથને તાલધ્વજ અને શુભદ્રાજીના રથને દેવદલનના નામે ઓળખાય છે. ભગવાનનાં રથને લાલ, કેસરી,પીળો સફેદ, લીલો જેવાં રંગોથી રંગવામાં આવે છે. આ રંગોનું સાંકેતિક અને મનોવૈજ્ઞાનિક ખૂબ મહત્વ છે. લાલ રંગ ધાર્મિકતા, ધન, સમૃદ્ધિ અને શુભ લાભનું પ્રતીક છે, તો પીળો રંગ જ્ઞાન, વિધા, અને વિવેકનું પ્રતીક છે. જ્યારે સફેદ રંગ પવિત્રતા શુદ્ધતા અને શાંતિનો ઉપદેશ આપે છે.

a 84 3 રથયાત્રામાં રથોનું છે વિશેષ મહત્વ, અહીં જાણો ભગવાનના રથ વિશે જાણી-અજાણી વાતો

રથયાત્રાનો ઇતિહાસ સાક્ષી છે કે 145 વર્ષમાં રથયાત્રા રથને લઇને ક્યારે પણ અટકી નથી. કારીગરો દ્વારા ભગવાનના રથોનું વિશેષ રીતે નિર્માણ થાય છે. હાલ વિવિધ રથોનું રંગરોગાન અને સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેથી પરંપરાગત રથો અવિરત રીતે નિયત રૂટ પર વિહરી શકે અને નાથની નગરયાત્રા વિના વિધ્ને પૂર્ણ થઇ શકે.

આ પણ વાંચો:ઘરના આંગણામાં સૂતો હતો યુવક, અચાનક કોઈએ આવીને કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ  

આ પણ વાંચો:આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : શાશ્વત સુખ- શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી- રાજ્યપાલ

આ પણ વાંચો: પાણીથી ટળવળતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળશે રાહત, પાઈપલાઈન કામને મંજુરી