IPL 2022/ ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને આપ્યો 209 રનનો ટાર્ગેટ

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 209 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા

Top Stories Sports

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 209 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઠ બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. ધોનીએ પોતાની ઇનિંગમાં એક ફોર અને બે સિક્સર ફટકારી હતી.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ચેન્નાઈની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ સદીની ભાગીદારી નોંધાવી હતી. આ સતત ત્રીજી વખત હતું જ્યારે બંનેએ 50 પ્લસ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. એનરિક નોર્ટજે ચેન્નાઈને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે 152 કિમી પ્રતિ કલાકની ઝડપે કરેલા શોર્ટ બોલ પર ઋતુરાજને અક્ષર પટેલના હાથે કેચ કરાવ્યો.

આ દરમિયાન ડેવોન કોનવેએ તેની IPL કારકિર્દીની ત્રીજી અડધી સદી ફટકારી હતી. આ તેની સતત ત્રીજી અડધી સદી હતી. અગાઉ કોનવેએ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અડધી સદી ફટકારી હતી.