Not Set/ છોટી સરદારની ફેમ અનિતા રાજને 2 મહિના પછી ફરી થયો કોરોના, પોતાને કરી ક્વોરન્ટાઈન

ટીવી શો છોટી સરદારનીમાં કુલવંત કૌરની ભૂમિકા ભજવનાર અનિતા રાજનો તાજેતરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે અત્યારે ક્વોરન્ટાઈનમાં છે.

Entertainment
છોટી સરદારની

સમગ્ર વિશ્વમાં ઓમક્રોનનો કહેર વધી રહ્યો છે. કોરોનાના કેસ દરરોજ બે ગણા વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવ્યું છે. સામાન્ય લોકોની સાથે સાથે અત્યાર સુધી અનેક સેલિબ્રિટી પણ તેનો શિકાર બની ચૂકી છે. તાજેતરમાં સોનુ નિગમ, તેની પત્ની અને પુત્રને કોવિડ થયો હતો, જ્યારે હવે છોટી સરદારની અભિનેત્રી અનિતા રાજ પણ આ ચેપનો શિકાર બની છે. આશ્ચર્યજનક વાત એ છે કે, અનિતાને બે મહિના પહેલા એટલે કે ઓક્ટોબરમાં પણ કોવિડ થયો હતો.

આ પણ વાંચો :સોનુ નિગમ આવ્યા કોરોનાની ઝપેટમાં, વીડિયો શેર કર્યો અને કહ્યું-

ટીવી શો છોટી સરદારનીમાં કુલવંત કૌરની ભૂમિકા ભજવનાર અનિતા રાજનો તાજેતરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે અત્યારે ક્વોરન્ટાઈનમાં છે. ETimes ને જણાવ્યું કે અનિતા રાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેણે પોતાને ક્વોરન્ટાઈન કરી લીધા હતા.

a 7 છોટી સરદારની ફેમ અનિતા રાજને 2 મહિના પછી ફરી થયો કોરોના, પોતાને કરી ક્વોરન્ટાઈન

આ પછી, શોની આખી ટીમનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું અને સેટને સેનિટાઈઝ કરવામાં આવ્યો. ટીમના એક સદસ્યના કહેવા પ્રમાણે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમામ પ્રોટોકોલ અને સાવચેતી રાખવા છતાં એક સભ્ય કોરોનાની ઝપેટમાં છે.

આ પણ વાંચો : લગ્ન પછી, કેટરિના કૈફ નવા ઘરમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી, મોંઘા મંગળસૂત્ર સાથે પહેર્યા હતા શોર્ટ્સ

https://www.instagram.com/reel/CPcqbYBJbUR/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે ગત વર્ષે પણ અનિતા રાજને કોરોના થયો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં તે આ ચેપનો શિકાર બની હતી. અનિતા રાજ ખૂબ જ સ્વસ્થ જીવનશૈલીને અનુસરે છે અને ખૂબ વર્કઆઉટ કરે છે. 59 વર્ષની ઉંમરમાં પણ અનિતા રાજ જીમમાં ખૂબ પરસેવો પાડે છે અને સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કરે છે.

Instagram will load in the frontend.

તાજેતરમાં કોવિડ પોઝિટિવ આવેલા તે હસ્તીઓ વિશે વાત કરો, તેમાં નકુલ મહેતા, તેની પત્ની અને પુત્ર, પ્રેમ ચોપરા અને તેની પત્ની, દ્રષ્ટિ ધામી, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર, જોન અબ્રાહમ અને પત્ની પ્રિયા, અર્જુન કપૂર અને તેની બહેનનો સમાવેશ થાય છે. થોડા અઠવાડિયા પહેલા કરીના કપૂર અને મલાઈકાની બહેન અમૃતા સાથે સોહેલ ખાનની પત્ની સીમા અને સંજય કપૂરની પત્નીને પણ કોવિડ થયો હતો.

આ પણ વાંચો : જેકલીન ફર્નાન્ડીઝની માતાને આવ્યો હાર્ટ એટેક, પરંતુ તેણી ખબર પૂછવા પણ જઈ શકશે નહિ..

આ પણ વાંચો :કોરોનાના વધતા કેસના લીધે અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી

આ પણ વાંચો :વધુ એક બોલીવુડ અભિનેતાને કોરોના પીઢ અભિનેતા પ્રેમ ચોપડા કોરોના સંક્રમિત