Research/ દુનિયામાં પ્રથમ મરઘી આવી કે ઈંડું? વૈજ્ઞાનિકોએ આપ્યો તેનો જવાબ

યુનાઇટેડ કિંગડમ (UK)ની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ અને વોરવિકના પ્રોફેસરોએ “પહેલાં ચિકન કે ઈંડું આવ્યું?” પ્રશ્નનો જવાબ શોધવા માટે ઘણું સંશોધન કર્યું…

Ajab Gajab News
Chicken or egg came first in the world? Scientists discovered the answer to this question

આપણે બાળપણથી જ એક પ્રશ્ન સાંભળતા આવ્યા છીએ મરધી પહેલા આવી કે ઈંડું? પરંતુ હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે દુનિયામાં પ્રથમ ચિકન કે ઈંડું આવ્યું હતું? પહેલા આ પ્રશ્ન લોકોને મૂંઝવતો હતો. લોકો સમજી ન શક્યા કે જવાબ શું હતો? પરંતુ વૈજ્ઞાનિકોએ હવે લોકોની મૂંઝવણ દૂર કરી દીધી છે. “પહેલાં મરઘી આવી કે ઈંડું?” પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ તર્ક સાથે આપ્યો છે.

યુનાઇટેડ કિંગડમ (UK)ની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ અને વોરવિકના પ્રોફેસરોએ “પહેલાં ચિકન કે ઈંડું આવ્યું?” પ્રશ્નનો જવાબ શોધવા માટે ઘણું સંશોધન કર્યું છે, લાંબા સંશોધન બાદ વૈજ્ઞાનિકોને આખરે સફળતા મળી છે. અને તેમને આ મોટા પ્રશ્નનો જવાબ મળી ગયો. વૈજ્ઞાનિકોએ તેમના જવાબને સાચા સાબિત કરવા માટે ઘણી તર્કો આપ્યા છે.

વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી જાણવા મળ્યું છે કે દુનિયામાં મરઘી પહેલા અને ઈંડું બાદમાં આવ્યું. સૌથી મહત્વની વાત એ છે કે મરઘી વિના ઈંડાનું ઉત્પાદન થઈ શકતું નથી. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઈંડાના શેલમાં ઓવોક્લાડિન નામનું પ્રોટીન હોય છે, જેના વિના ઈંડાનું શેલ બની શકતું નથી.

સૌથી મોટી વાત એ છે કે આ પ્રોટીન માત્ર અને માત્ર ચિકનના ગર્ભાશયમાં જ બને છે. તેથી જ્યાં સુધી મરઘીના ગર્ભાશયમાંથી આ પ્રોટીન ઈંડાના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં ન આવે ત્યાં સુધી ઈંડું બનાવી શકાતું નથી. હવે આ વાત પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે દુનિયામાં સૌથી પહેલા મરઘી આવી અને બાદમાં ઈંડું આવ્યું.

જ્યારે મરઘી આ દુનિયામાં આવી ત્યારે તેના ગર્ભાશયમાં ઓવોક્લાઈડિન બન્યું હતું, જે બાદ આ પ્રોટીન ઈંડાના શેલમાં પહોંચી શકે છે. આ સંશોધનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.કોલિન ફ્રીમેનનું કહેવું છે કે આ પ્રશ્ન ઘણા સમયથી લોકોને સતાવી રહ્યો છે કે દુનિયામાં મરઘી કે ઈંડુ સૌથી પહેલા આવ્યું? પરંતુ વૈજ્ઞાનિકોએ પુરાવા સાથે જવાબ શોધી કાઢ્યો છે.

આ પણ વાંચો: હાર્દિક પટેલનો ચૂંટણી લડવા માટેનો રસ્તો સાફ, સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર લગાવી રોક

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશની MLC ચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતીને વિજ્યનો દબદબો યથાવત રાખ્યો

આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના અધિકારીઓ સાથે કરી બેઠક, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો:  IPLની ફાઇનલ અમદાવાદમાં યોજાશે!,BCCI ટૂંક સમયમાં કરી શકે છે સત્તાવાર જાહેરાત