Not Set/ ભારતનું એકમાત્ર સ્મશાન જ્યાં મૃત લોકો પાસેથી પણ વસુલવામાં આવે છે ટેક્સ…

ટેક્સ વસૂલાતનો હાલનો તબક્કો રાજા હરિશ્ચંદ્રના યુગથી શરૂ થયો. હરિશ્ચંદ્રએ એક વચન માટે થઈને ડોમ પરિવારના પૂર્વજ કલ્લુ ડોમ તરીકે કામ કરવા માટે રાજપાટ પણ છોડી દીધા હતા.

Ajab Gajab News

કાશીમાં મણિકર્ણિકા સ્મશાન વિશે એક માન્યતા છે કે અહીં જેની ચિતા બળે છે તેને સીધી જ મુક્તિ મળે છે. આ વિશ્વનું એકમાત્ર સ્મશાન છે જ્યાં ચિતાની અગ્નિ ક્યારેય ઠંડી નથી થતી.. જ્યાં લાશો આવે છે અને અંતિમ સંસ્કાર ક્યારેય અટકતા નથી. અહીં એક દિવસમાં 300 જેટલા મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

भारत का एक मात्र श्मशान घाट जहाँ मुर्दे से भी वसूला जाता है टैक्स, तीन  हज़ार साल पुरानी है परंपरा - Ajab Gajab

 પરંતુ મણિકર્ણિકા ઘાટમાં બીજી ઘણી વિશેષતાઓ છે. જે ભારતના અન્ય કોઈ સ્મશાનગૃહમાં નથી. મણિકર્ણિકા ઘાટમાં સળગતી ચિતાઓની રાખથી હોળી રમવામાં આવે છે, તો  ચૈત્ર નવરાત્રી અષ્ટમી પર મણિકર્ણિકા ઘાટ પર, સળગટી ચિતા વચ્ચે સેક્સ વર્કર મુક્તિની આશામાં આખી રાત નૃત્ય કરે છે.

Manikarnika Ghat of Varanasi - Attraction & History of Manikarnika Ghat

તમે માનશો નહીં કે આ સ્મશાનભૂમિ પર દરેક લાશ પાસેથી ટેક્સ વસુલવામાં આવે છે. સ્મશાનભૂમિ પર શબ પાસેથી પૈસા વસૂલ કરવા પાછળની વાર્તા પણ રસપ્રદ છે.

મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કારની કિંમત ચૂકવવાની પરંપરા લગભગ ત્રણ હજાર વર્ષ જૂની છે. એવું માનવામાં આવે છે કે ત્યારથી સ્મશાનની સંભાળ માટે ડોમ જ્ઞાતિ ના હવાલે છે. ડોમ જ્ઞાતિ પાસે રોજગારનું બીજું કોઈ સાધન ન હોવાથી, દાહ સંસ્કાર પ્રસંગે તેમને દાન આપવાની પરંપરા હતી. પરંતુ ડોમ જ્ઞાતિએ ક્યારેય અંતિમ સંસ્કાર માટે પોતાની રીતે મનસ્વી પાને પૈસા લીધા ન હતા. કે તેમણે નાણાં કમાવાની ખોટી રીતો અપનાવી  હતી.

Manikarnika Ghat- Varanasi, India

ખરેખર ટેક્સ વસૂલાતનો હાલનો તબક્કો રાજા હરિશ્ચંદ્રના યુગથી શરૂ થયો. હરિશ્ચંદ્રએ એક વચન માટે થઈને ડોમ પરિવારના પૂર્વજ કલ્લુ ડોમ તરીકે કામ કરવા માટે રાજપાટ પણ છોડી દીધા હતા. તે દરમિયાન, તેમના પુત્રનું મોત નીપજ્યું અને તેણે કલ્લુ ડોમ પાસે પુત્રના અંતિમ સંસ્કાર માટે પરવાનગી માંગવાની ફરજ પડી. દાન આપ્યા વિના અંતિમ સંસ્કારની મંજૂરી ન હોવાથી રાજા હરિશ્ચંદ્રને તેની પત્નીની સાડીનો ટુકડો કલ્લુ ડોમને દક્ષિણમાં આપવો પડ્યો હતો. બસ ત્યારથી જ  સ્મશાનમાં ટેક્સ વસુલવાની પરંપરા વધુ મજબુત બની. જેનું બગડેલું સ્વરૂપ આજની પરંપરા મણિકર્ણિકા ઘાટ પર આજે પણ ચાલુ છે.

MANU VALCARCE Documentary photographer & Filmmaker - MANIKARNIKA GHAT

આ વ્યવસાયે હવે સંપૂર્ણ રીતે વ્યવસાયિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ડોમ પરિવારે સ્મશાનગૃહ પર જાસૂસો ફેલાવ્યો છે. તે સ્મશાનગૃહમાં આવતા દરેક શબ પર તેમની નજરો હોય છે અને કઈ પાર્ટી કેટલા પૈસા આપી શકે તેવી ખમતી ધર છે તેની પણ માહિતી તેઓ રાખતા હોય છે. જેથી કયા શબ પાસેથી પૈસાની ચોક્કસ રકમ મળી શકે.

Unique tradition of Manikarnika Ghat in Hindi-m.khaskhabar.com

જો કે ડોમ પરિવારનું માનવું છે, તો પછી ભૂતકાળમાં તેમની જ્ઞાતિ ઉપર લખલૂટ ખર્ચ કરવા વાળા પણ હતા. તેમનો દાવો છે કે તે દિવસોમાં, રાજે રાજવાડા અંતિમ સંસ્કારના સ્થાને જમીનની મિલકતને સોના-ચાંદી પણ આપતા હતા. જ્યારે આજે નિયત રકમ માટે પણ, તેઓએ સ્મશાનગૃહમાં આવતા લોકો સાથે ઘણીવાર બાખડવું પડે છે.

Dharma / આ 5 શિવલિંગો સદીઓથી સતત વધી રહ્યા છે

Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….

અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…