Ajab Gajab News/ 16 વર્ષની ઉંમરે કરોડો જીતીને બની ગઈ હતી માલમાલ, પણ 36 વર્ષની થતા જ પાયમાલ! જાણો આ મહિલાની કહાની

બ્રિટનની કેલી રોજર્સે 16 વર્ષની વયે 19 કરોડની Lottery જીતી હતી, પરંતુ ડ્રગ્સ, પાર્ટીઓ અને ખોટા ખર્ચને કારણે તે 36 વર્ષની થતા સુધીમાં પાયમાલ થઈ ગઈ. આ કહાની નાણાકીય સમજણના મહત્વનો મોટો પાઠ આપે છે.

Trending Ajab gajab Ajab Gajab News Lifestyle
Lottery

From Rags to Riches: કહેવાય છે કે નસીબ (Lottery)ચમકતા વાર નથી લાગતી, પણ જો તેને સાચવી ન શકાય તો તે છીનવાતા પણ વાર નથી લાગતી. બ્રિટનની એક યુવતી સાથે કંઈક આવું જ થયું. માત્ર 16 વર્ષની કાચી ઉંમરે તેનું નસીબ એવું ચમક્યું કે તે રાતોરાત કરોડપતિ  બની ગઈ.

પરંતુ આજે 20 વર્ષ પછી તેની હાલત એવી છે કે તેની પાસે બે ટંક જમવાના પણ ફાંફા છે. આ કહાની છે કેલી રોજર્સની, જેણે સાબિત કર્યું કે માત્ર પૈસા હોવા પૂરતા નથી, તેને વાપરવાની સમજ હોવી પણ જરૂરી છે.

Lottery

રાતોરાત બદલાઈ ગઈ દુનિયા (Lottery)

વર્ષ 2003 માં કેલી રોજર્સ માત્ર 16 વર્ષની હતી ત્યારે તેણે લોટરીમાં આશરે 1.8 મિલિયન પાઉન્ડ (ભારતીય રૂપિયામાં આશરે 19 કરોડ રૂપિયા) જીત્યા હતા. તે સમયે તે યુકેની સૌથી નાની વયની લોટરી વિજેતા બની હતી. ગરીબ પરિવારમાંથી આવતી કેલી માટે આ રકમ કલ્પના બહારની હતી.

Lottery

કેવી રીતે ઉડાવ્યા કરોડો રૂપિયા?

પૈસા આવતા જ કેલીની જીવનશૈલી સાવ બદલાઈ ગઈ. તેણે સમજી-વિચારીને રોકાણ કરવાને બદલે પૈસા પાણીની જેમ વહાવવાનું શરૂ કર્યું:

પાર્ટીઓ અને ડ્રગ્સ: તેણે મોંઘીદાટ પાર્ટીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા અને ડ્રગ્સની લત લાગી ગઈ.

પ્લાસ્ટિક સર્જરી: તેણે પોતાના લુકને બદલવા માટે અનેક કોસ્મેટિક સર્જરીઓ પાછળ લાખોનો ધુમાડો કર્યો.

ભેટ અને લક્ઝરી: મિત્રો અને સંબંધીઓને મોંઘી ભેટો આપી અને લક્ઝરી કાર તેમજ કપડાં પાછળ પૈસા ઉડાવ્યા.

Lottery

નસીબ રૂઠ્યું અને પાયમાલી શરૂ થઈ

જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ બેંક બેલેન્સ ઘટતું ગયું. ખોટા મિત્રો સાથ છોડી ગયા અને કેલી એકલતા અને આર્થિક તંગીમાં સપડાઈ ગઈ.

વર્તમાન સ્થિતિ: આજે 36 વર્ષની કેલી પાસે પોતાની માલિકીનું ઘર પણ નથી. તે સરકારી સહાય (Benefits) પર ગુજારો કરી રહી છે.

પસ્તાવો: કેલી હવે કહે છે કે, “આટલી નાની ઉંમરે લોટરી (Lottery) જીતવી એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. લોટરી (Lottery) જીતવા માટે વય મર્યાદા 16 થી વધારીને 18 કે 21 વર્ષ કરવી જોઈએ.”

Lottery

જીવનનો સૌથી મોટો પાઠ

કેલીની કહાની એવા લોકો માટે એક પાઠ છે જેઓ માને છે કે પૈસા (Lottery) બધું જ સુખ ખરીદી શકે છે. અચાનક આવેલી સંપત્તિ જો યોગ્ય માર્ગદર્શન વગર વાપરવામાં આવે, તો તે આશીર્વાદને બદલે શ્રાપ બની જાય છે.

આજે કેલી એક સામાન્ય નોકરી કરીને પોતાનું અને પોતાના બાળકોનું પેટ ભરે છે. તેના જીવનની આ ચડતી-પડતી આપણને શીખવે છે કે નાણાકીય વ્યવસ્થાપન (Money Management) જીવનમાં કેટલું મહત્વનું છે.


આ પણ વાંચો: રડવાના અને ઊંઘવાના પણ મળે છે લાખો રૂપિયા! દુનિયાની આ 5 અજીબોગરીબ નોકરીઓ વિશે જાણીને તમારું માથું ભમી જશે

આ પણ વાંચો: ક્યાંક પત્નીનો જન્મદિવસ ભૂલવો છે ગુનો, તો ક્યાંક બાળક પેદા કરવા પર છે મનાઈ! દુનિયાના અજીબોગરીબ કાયદા

આ પણ વાંચો: ક્યાંક કમર જોઈને મળે છે નોકરી, તો ક્યાંક એક્સ્ટ્રા કામ કરવું છે ગુનો! જાણો દુનિયાના અજીબોગરીબ જોબ રૂલ્સ