મુલાકાત/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી

 રાજ્યનો કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી   ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી

Top Stories India
11 15 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત મેળવ્યા બાદ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે ગયા છે.  રાજ્યનો કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી   ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી.મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસિય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી હતી.ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે PM મોદીના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  દિલ્હી જવા રવાના થયા હતા. PM મોદીના નિવાસસ્થાને ડિનર બાદ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ પણ છે.

એનડીએના  તમામ સાંસદો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે NDAના તમામ સાંસદોને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા અને રાજ્યસભાના NDAના તમામ સાંસદોને ઉપસ્થિત રહેશે.