Vadodara visit/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 જાન્યુઆરીએ વડોદરાના પ્રવાસે, આ કાર્યક્રમમાં ભાગ લેશે,જાણો

.મુખ્યમંત્રી વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદ અને ધારાસભ્યઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Top Stories Gujarat
Chief Minister Bhupendra Patel

Chief Minister Bhupendra Patel;   ગુજરાતના મુખ્યમંત્રી આવતીકાલે એટલે કે 27 જાન્યુઆરીએ વડોદરાના પ્રવાસે જવાના છે,એક્પોનું ઉદ્વઘાટન કરવાના છે, આ ઉપરાંત પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૭ જાન્યુઆરીને શુક્રવારે વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે. તેઓ મહાનગરપાલિકા આયોજિત બાળમેળા, વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સહભાગી થવાના છે.

મુખ્યમંત્રીના Chief Minister( Bhupendra Patel) નિર્ધારિત કાર્યક્રમો અનુસાર તેઓ કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ૫૦મા બાળમેળાનું સવારે ૯ કલાકે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ સવારે ૯:૪૫ કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય અને રાજ્ય બોર્ડના ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અનોખી પહેલ એવા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું અહીં માંજલપુર સ્થિત આત્મીય વિદ્યાલય ખાતે આયોજન થયું છે, જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે.મુખ્યમંત્રી વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદ અને ધારાસભ્યઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના 27 જાન્યુઆરી, 2023
(શુકવાર)ના પ્રસ્તાવિત કાર્યક્રમ 

(1) કાર્યક્રમ :- બાળ મેળાનું ઉદઘાટન
સ્થળ :- સયાજી ઉદ્યાન( કમાટીબાગ)વડોદરા
સમય :- સવારે 9:00 કલાકે

(2)કાર્યક્રમ :- ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન 2023નું ઉદ્ઘાટન
સ્થળ :- નવલખી મેદાન, વડોદરા
સમય :- સવારે 9:45 કલાકે

(૩)કાર્યક્રમ :- પરીક્ષા પે ચર્ચા
સ્થળ :- આત્મીય ધામ સ્કૂલ સભાગૃહ, માંજલપુર વડોદરા
સમય :- સવારે 11:00 કલાકે

Budget/નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પહેલા ‘હલવા સેરેમની’માં પહોંચ્યા, જુઓ વીડિયો

nasal vaccine/આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ભારતની પ્રથમ નેસલ કોવિડ રસી લોન્ચ કરી

Construction worker/બાંધકામ ક્ષેત્રમાં પીએફવાળી નોકરીઓ દસ ટકાથી પણ ઓછી

nasal vaccine/આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ભારતની પ્રથમ નેસલ કોવિડ રસી લોન્ચ કરી