Not Set/ ચા કરતાં કીટલી ગરમ જેવું ખટ્ટરનું વલણ

‘ખેડૂતોને દંડા મારો અમે તમને સંભાળી લેશું’ તેવા હરિયાણાના મુખ્ય પ્રધાને કાર્યકરો – લોકોને સંબોધીને કરેલા વિવાદી વિધાનોએ ભાજપના મોવડીઓને ચોંકાવી દીધા

India Trending
mahi 2 ચા કરતાં કીટલી ગરમ જેવું ખટ્ટરનું વલણ

ઉત્તરપ્રદેશના લખમીપુરમાં બનેલા બનાવનું સંપૂર્ણ રાજકીયકરણ થઈ ચૂક્યંુ છે. ઉત્તરપ્રદેશની સરકારે આખરે ખેડૂતો સાથે સમાધાન કરીને કેટલીક માગણી સ્વીકારવી પડી છે. આ બધા વચ્ચે પોતાના કેટલાક નિર્ણયો અને વિધાનોથી માત્ર ખેડૂતો જ નહિ પરંતુ સમાજના તમામ વર્ગમાં અળખામણાં બનેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર પોતાના લખણ ઝળકાવવાની એક પણ તક છોડતા નથી. તાજેતરમાં પોતાના કાર્યકરોને સંબોધીને એવું નિવેદન કર્યું છે કે દરેક વિસ્તારમાં એક હજાર લઠ્ઠવાળા તૈયાર છે. જેઓ ખેડૂતોનો ઉપાય કરશે. મુખ્યમંત્રી ખટ્ટરે લાકડી ઉઠાવવાની સલાહ આપી છે. બે ચાર માસ જેલમાં જઈ આવો એટલે નેતા બની જશો. તમે એકવાર ખેડૂતોને સીધા કરો પછી બાકીનું અમે સંભાળી લેશું. જામીનની ચિંતા કરતાં નહી. આમ લોકોને ખેડૂત સામે ઉશ્કેર્યા છે. ખેડૂત આંદોલન ચલાવી રહેલી સંયુક્ત કિસાન સંઘર્ષ સમિતિએ તો ખટ્ટરના રાજીનામાની અથવા તો તેને બરતરફ કરવાની માગણી કરી છે. હજી થોડા દિવસો પહેલા જ હરિયાણાના એક જિલ્લાના કલેકટરે ખેડૂતોના માથ ભાંગી નાખવા આદેશ આપ્યા હતા અને ૧૦ જેટલા ખેડૂતોને લોહીલુહાણ પણ કર્યા હતા. તેવી વિગતો બહાર આવી છે. આ કલેકટર સામે તો ઉગ્ર વિરોધ બાદ કાર્યવાહી શરૂ થઈ છે. મનહર ખટ્ટર અંગે કેટલાક વિશ્લેષકો નિષ્ણાતો અને તેમાંય ખાસ  કરીને ખેડૂત આગેવાનોએ ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી છે.

jio next 5 ચા કરતાં કીટલી ગરમ જેવું ખટ્ટરનું વલણ

ઘણા વિશ્લેષકોએ પણ ખૂલ્લેઆમ એવું પણ કહ્યું છે કે મનોહરલાલ ખટ્ટર છેલ્લા થોડા સમયથી પોતાના મુખ્યમંત્રી પદની ગરિમા ભૂલ્યા છે. જાે કે હવે તો ભાજપના કેટલાક આગેવાનો પણ એવું કહેતા થઈ ગાય છે કે મનોહરલાલ ખટ્ટર નામનો ગાળિયો ભાજપના મોવડીઓના ગાળામાં બરાબરનો ભરાઈ ગયો છે. પ્રથમવાર ધારાસભ્ય બનનાર ખટ્ટરને મુખ્યમંત્રીપદની જવાબદારી સોંપી અને જાટ સિવાયના આગેવાનને મુખ્યમંત્રી બનાવવાનો મોદી અને ભાજપના મોવડીઓનો હેતું એ હતો કે તેઓ ખત્રી છે અને જાટ સિવાયના સમુદાયને પોતાની સાથે લેવા માગે છે. પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપની તાકાત ઘટી અને દુષ્યંત ચોટાલાની પાર્ટી સાથે જાેડાણ ન થયું હોત તો ભાજપને વિરોધ પક્ષે બેસવાનો વારો આવ્યો હોત. ખેડૂત આંદોલને તો ખટ્ટર સરકારને આરોપીના પીંજરામાં ઉભી કરી દીધી છે તે વાત સાવ સાચી જ છે. તેઓ બરાબરના ફસાઈ પડ્યા છે.

મોહન લાલ ચા કરતાં કીટલી ગરમ જેવું ખટ્ટરનું વલણ

ખટ્ટર અને તેમના સાથી પ્રધાનો વિરોધીઓ પર પ્રહારો કરવા જતાં એવા વિધાનો કરે છે કે જેના કારણે પોતે ફસાઈ જાય છે. હરિયાણાના મંત્રી અનિલ વીજે તાજેતરમાં અને ભૂતકાળમાં કરેલા વિધાનો વિવાદ સર્જવાનું નિમિત્ત બન્યા જ છે. આવતા દિવસોમાં જ્યારે ખુદ મોદી સરકાર સુધી એવી કેટલીક ફરિયાદો પહોંચી છે કે જેના કારણે હરિયાણાના મુખ્યમંત્રીને ગૃહમંત્રી અમિત શાહ કે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા મારફત એકથી વધુ વખત ખખડાવવા પડ્યા છે.પીએમ મોદી

મનોહરલાલ ખટ્ટર પોતાની ખૂરશી બચાવવા માટે કૃષિ કાયદાઓની સૌથી વધુ તરફદારી કરે છે અને કૃષિકાયદાઓનો વિરોધ કરતાં ખેડૂતો સામે તેમણે ધરપકડ લાઠીચાર્જ, પાણીનો મારો સહિતના ઘણા પગલાં લીધા છે. આજથી એક વર્ષ પહેલા ખેડૂત આંદોલન શરૂ થયું ત્યારે દિલ્હી જતાં ખેડૂતોને રોકવા માટે તેમણે ખેડૂતો પર દમન આચર્યું હતું. ત્યારબાદ હરિયાણાના ખેડૂતો પંજાબ સાથે છે જ નહિ તેવી વાત કરી હતી. પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે ઘણા ખેડૂતો દિલ્હી પણ ગયા હતા અને હરિયાણામાં પણ દેખાવોમાં જાેડાયા હતાં.

દુષ્યંત ચૌટાલા
દુષ્યંત ચૌટાલા

જ્યારે જેમના ટેકાથી અને ભાગીદારી સાથે હરિયાણાની સરકાર ટકી છે તે દુષ્યંત ચૌટાલાએ એકથી વધુ વખત ખેડૂત આંદોલનને ટેકો આપતા વિધાનો કર્યા છે. ભલે કદાચ પોતાના કુટુંબીજનો સામે ચાલતા કેસોના કારણે અત્યારે તેઓ ચૂપ બેઠા છે પરંતુ ભવિષ્યમાં આ જાટ નેતા પોતાની તાકાત દેખાડ્યા વગર રહેવાના નથી. શીખ અને જાટ સમૂદાય ભાજપને પંજાબમાં નડ્યો. હરિયાણામાં અત્યારે સામે જ છે અને ઉત્તરપ્રદેશમાં પણ ૧૮૦ જેટલી બેઠકો પર આ સમૂદાય નડે છે. એક વિશ્લેષકે મનોહરલાલ ખટ્ટરના લોકોને ઉશ્કેરતા વિધાનો બાબતમાં લખેલા આર્ટીકલમાં એક રસપ્રદ વાત કરી છે.

PM મોદી

શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક કાર્યક્રમને સંબોધતા પોતાની સરકાર દ્વારા ઘડાયેલા કૃષિકાયદાનો બચાવ કર્યો અને કૃષિકાયદાનો વિરોદ કરનારા વિપક્ષોને આડે હાથ લીધા. ભૂતકાળમાં આજ પક્ષોએ કૃષિ સુધારાની વાત કરી હોવાનું કહી અત્યારે વિપક્ષો લોકો સાથે રાજકીય છેતરપિંડી કરે છે તેવી વાત પણ કહી હતી. વિપક્ષો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે તેવી વાતો તો ભાજપના નેતાઓ એક કરતાં વધુ વખત કહી ચૂક્યા છે. હવે શનિવારે વડાપ્રધાને વિપક્ષોને જે રીતે કૃષિકાયદા માટે જાટકી નાખ્યા તેના બીજા જ દિવસે હરિયાણાના આ મુખ્ય પ્રધાને જે ખેડૂતો સામે લોકોને ગોઠવી દેવાની વાત કરી ત્યાં સુધી વાંધો નહિ પણ કાર્યકરોને ઉશ્કેર્યા કે ખેડૂતોને દંડા મારો બાકીનું અમે જાેઈ લેશું – સંભાળી લેશું. આ બન્ને વાત એટલે કે વડાપ્રધાનના શનિવારના પ્રવચન બાદ હરિયાણાના મુખ્ય પ્રધાને જે રીતે કાર્યકરોના હાથમાં દંડા પકડાવી લોકોને ઉશ્કેરતું જે નિવેદન કર્યું તેના કારણે વિશ્લેષકોને એવું કહેવાનો મોકો આપ્યો છે કે ચા કરતાં કિટલી ગરમ છે તેવી વાત હરિયાણાના મુખ્યમંત્રી માટે લાગુ કરી દીધી છે.

 

જાટ સિવાયના હરિયાણાના બીજા સમૂદાયને પોતાની સાથે લેવામાં નબળા સાબિત થયેલા હરિયાણા મુખ્યમંત્રી સામે ભાજપના જ કાર્યકરોએ અનેક ફરિયાદો કરી છે જેથી ખેડૂત આંદોલનના વિરોધના નામે હીરો બની મોવડી મંડળને સાચી વાત કહેવાની હિંમત બતાવવાને બદલે ચાંપલુશી કરે છે. હરિયાણામાં જાે ચૂંટણી સુધી આ જ સરકાર ચાલુ રહે તો હરિયાણામાં ભાજપના ભાગે પરાજય સિવાય બીજું કશું બાકી રહે નહિ તે વાત પણ હવે ભાજપના મોવડીઓ સુધી પહોંચી રહી છે. ખટ્ટરની ખુરશી ખતરામાં જ છે તેતી ભાજપના મોવડી મંડળને વહાલા થવા માટે તેઓ એક પછી એક કદમ ભરી રહ્યા છે.
આવતા દિવસોમાં પણ આવા અનેક ખેલ ભજવાશે પણ ભાજપ મધ્યપ્રદેશ સહિત જે ત્રણ મુખ્યમંત્રીને ચૂંટણી પહેલાં હટાવવા માગે છે તે યાદીમાં હવે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નામ આવી ગયું છે તે હકિકત છે અને તેતી આવા ધમપછાડા તેમણે શરૂ કર્યા હોવાનું વિશ્લેષકો નોંધે છે.

મુસાફરીના નિયમો / ઓસ્ટ્રેલિયા જવા માંગતા પ્રવાસીઓએ હજુ રાહ જોવી પડશે, આ વર્ષે નહી મળે પ્રવેશ