ચેતવણી/ અમેરિકા અને વિશ્વના અન્ય દેશો માટે ચીન એક મોટો ખતરો છે : યુએસ ગુપ્તચર ડિરેક્ટર

યુ.એસ.ના રાષ્ટ્રીય ગુપ્તચર ડિરેક્ટર, જ્હોન રેટક્લિફે જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધથી ચીન અમેરિકા અને અન્ય મુક્ત દેશો માટે સૌથી મોટો ખતરો છે. રેટક્લિફનું આ નિવેદન ગુરુવારે એવા સમયે આવ્યું છે

Top Stories World
corona 8 અમેરિકા અને વિશ્વના અન્ય દેશો માટે ચીન એક મોટો ખતરો છે : યુએસ ગુપ્તચર ડિરેક્ટર

યુ.એસ.ના રાષ્ટ્રીય ગુપ્તચર ડિરેક્ટર, જ્હોન રેટક્લિફે જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધથી ચીન અમેરિકા અને અન્ય મુક્ત દેશો માટે સૌથી મોટો ખતરો છે. રેટક્લિફનું આ નિવેદન ગુરુવારે એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન પર બેઇજિંગ સામે મજબૂત વલણ જાળવવા માટે ચીન વિરોધી નિવેદન આપ્યું છે.

વોલ સ્ટ્રીટ જર્નલ નામના અખબારમાં ગુરુવારે પ્રકાશિત એક લેખમાં રેટક્લિફે લખ્યું છે કે ખાનગી રહે મળેલી માહિતી બહુ જ ક્લીયર છે.. બેઇજિંગ યુ.એસ. અને બાકીના વિશ્વને આર્થિક, લશ્કરી અને તકનીકી રીતે બદવમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તેમણે કહ્યું, ચીનની ઘણી મોટી સાવર્જનિક પહેલ અને મોટી કંપનીઓ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની પ્રવૃત્તિઓ માટે એક કવર પેકેજનું કામ કરી રહી હોય તેમ છે.

રેટક્લિફે દાવો કર્યો હતો કે ચાઇના અમેરિકન કંપનીઓની બૌદ્ધિક સંપત્તિ છીનવી રહી છે. ટેકનોલોજીની નકલ કરે છે અને પછી વૈશ્વિક બજારમાં અમેરિકન કંપનીઓની જગ્યા લઇ લે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ ઘણા મહિનાઓથી ચીન વિરોધી વિશે વાત કરી રહ્યા છે અને ખાસ કરીને રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઘણી વાર કોરોના વાયરસના ચેપ ફેલાવવા માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બિડેન સંમત છે કે ચીન આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનું પાલન કરી રહ્યું નથી.

ચીને આ સમાચારને નકારી કાઢ્યા છે

બેઇજિંગમાં વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનિંગે આ લેખને ફગાવી દીધો હતો કે ખોટી માહિતી, રાજકીય વાયરસ ફેલાવવાનું તે બીજું પગલું છે અને ચીનની છબી અને ચીન-યુએસ સંબંધોને નુકસાન પહોંચાડવાની આશામાં આ આર્ટીકલ પ્રગટ કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…