ચીનના દક્ષિણપશ્ચિમ ક્ષેત્રમાં કોલસાની ખાણમાં કાર્બન મોનો-ઓકસાઈડ ગેસ લીક થવાને કારણે ઓછામાં ઓછા 18 ખાણ કામદારોનાં મોત નીપજ્યાં. ચીનની સરકારી ટેલિવિઝન ચેનલે આ માહિતી આપી હતી.
ચેનલે જણાવ્યું હતું કે શુક્રવારે ચોંગકિંગમાં આવેલી ડાયાશીડોંગ કોલસાની ખાણમાં થયેલા અકસ્માત બાદ માત્ર એક કામદારને જીવંત બચાવવામાં આવ્યો હતો જ્યારે અન્ય પાંચની શોધ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ચીનનો કોલસાની ખાણકામ ઉદ્યોગને વિશ્વનો સૌથી ખતરનાક માનવામાં આવે છે, જ્યાં વાર્ષિક પાંચ હજારથી વધુ કામદારોના મોત નોધાય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
