China/ ચીન : પાકિસ્તાન અને માલદીવમાં જંગી રોકાણ બન્યું મોટી આફત, અર્થવ્યવસ્થા પર વધ્યું સંકટ

ચીન દ્વારા પાકિસ્તાન અને માલદીવમાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આ બંને દેશોમાં ચીન દ્વારા કરવામાં આવેલ રોકાણ તેના માટે મુશ્કેલી બની રહ્યું છે.

Top Stories World

ચીન દ્વારા પાકિસ્તાન અને માલદીવમાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આ બંને દેશોમાં ચીન દ્વારા કરવામાં આવેલ રોકાણ તેના માટે મુશ્કેલી બની રહ્યું છે. વિશ્વના ટોચના ત્રણ દેશમાં ચીનની ગણના થાય છે. અને ભારત પણ અત્યારે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ભારતની વિકાસ કૂચ અટકાવવા ચીન બહુ ધમપછાડા કરતું આવ્યું છે. ભારતને પછાડવા ચીન પડોશી દેશોને મદદના બહાને પ્રોત્સાહન આપતું રહ્યું છે.

Pakistan, Maldives agree to enhance their mutually beneficial cooperation

છેલ્લા કેટલાક સમયથી માલદીવે ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. જ્યારે પાકિસ્તાન તો હંમેશાથી ભારતનું દુશ્મન રહ્યું છે. ભારતના વિરોધીઓને પોતાના પક્ષમાં રાખવા તેમને લલચાવવા ચીન દ્વારા પાકિસ્તાન અને માલદીવમાં આર્થિક મદદ કરવાના બહાને મોટા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ દેશોમાં કરેલ રોકાણ ચીન માટે ખતરારૂપ બન્યું છે.

6 Key Moments in India's Independence Movement

ભારત પ્રગતિ તરફ

ભારતે કોવિડ જેવી મહામારીમાં સાબિત કર્યું છે કે કોઈપણ સ્થિતિમાં વિકાસની ગતિ ધીમી નહી પડે. કોવિડ-19 પછી ભારતે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનો ખિતાબ હાંસલ કર્યો છે. જો કે પ્રી-કોવિડ યુગમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ચીન હતી, જે પુનઃપ્રાપ્તિની ગતિ હાંસલ કરવા માટે સખત પ્રયાસ કરવા છતાં પણ આ મોરચે નિષ્ફળ રહી છે. રસપ્રદ વાત એ છે કે ચીને પાકિસ્તાનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું હતું તે પાકિસ્તાન આજે પોતે આર્થિક સંકડામણ અનુભવતા ગરીબીના કિનારે ઊભું છે. હવે ભારતની નારાજગીને કારણે ચીને માલદીવમાં 2 બિલિયન ડોલરનું રોકાણ કરીને ભારતની દખલગીરી ઘટાડવા માટે એક દુષ્ટ વર્તુળ રચ્યું હોવાનો ભય વધી ગયો છે.

કોવિડ પછી ચીનની મુશ્કેલીઓ વધી

ચીને 10 મહિનામાં પ્રથમ વખત મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ખરેખર, ચીને આ પગલું કોવિડ પછી રિકવરીની ઝડપ વધારવા માટે ઉઠાવ્યું છે. પરંતુ જો અહીંથી પણ વિકાસ દરમાં વેગ નહીં આવે તો આવનારા દિવસો ચીન માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થશે. હવે ચીન પાસે વ્યાજદર ઘટાડવાનો અવકાશ ઓછો છે. ચીનની આ આર્થિક કટોકટી મોટાભાગે વ્યાજ દરની નીતિઓનું પરિણામ છે. શરૂઆતમાં, ડ્રેગન બચત પર ખૂબ જ ઓછો વ્યાજ દર રાખતો હતો અને તેના મનપસંદ ઉદ્યોગપતિઓને સસ્તી લોન આપતો હતો. ચીનની સરકારની આ નીતિઓ અને બચત પર ઓછા વ્યાજને કારણે લોકો બેંકોમાં પૈસા જમા કરવાને બદલે ઘરે જ સાચવવા લાગ્યા. આના કારણે ત્યાં ઉપભોક્તાનો ખર્ચ ઓછો થયો અને જે માંગ તેની ક્ષમતા કરતા ઓછી હતી તેની અસર ત્યાં ઉત્પાદન પર થવા લાગી.

Chinese New Year 2024: Traditions, Dragon Year Celebration Calendar

ચીનમાં જીડીપીના 40 ટકા જેટલી રકમનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. રોકાણની દૃષ્ટિએ આ ઘણો મોટો આંકડો છે. ખાસ કરીને ચીનની સરેરાશ ઉંમરમાં થયેલા વધારાને જોતા આ એક ખરાબ નિર્ણય ગણી શકાય. 2000 ના દાયકાની શરૂઆતમાં, ચીનની યુવા વસ્તી માટે આ દર વધુ સારો હતો. પરંતુ હવે વૃદ્ધ ચીનીઓમાં આટલા મોટા રોકાણમાંથી આઉટપુટ મેળવવું સરળ નથી. દેશની અર્થવ્યવસ્થા પણ ગંભીર સંકટમાં ફસાઈ ગઈ છે.

અર્થવ્યવસ્થા પર સંકટ

પાકિસ્તાન અને માલદીવમાં કરેલ જંગી રોકાણ બાદ ચીનની આર્થિક સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ધીમે-ધીમે ચીનની અર્થવ્યવસ્થા પર સંકટની અસર ધીમી વૃદ્ધિ દરના સ્વરૂપમાં બહાર આવી છે. ચીનમાં યુવા બેરોજગારી હાલમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ત્યાં વિદેશી રોકાણ સતત ઘટી રહ્યું છે.  ચીનની આર્થિક સમસ્યાઓનું કેન્દ્ર તેનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર છે. લોકોએ અન્ય કોઈ રોકાણને બદલે ત્યાં પ્રોપર્ટીમાં પૈસા રોક્યા. પરંતુ ત્યાં લોન મેળવવામાં મુશ્કેલીના કારણે રિયલ એસ્ટેટ માર્કેટ પતનની આરે પહોંચી ગયું. જે લોકો મિલકતની દ્રષ્ટિએ સમૃદ્ધ હતા તેઓ મકાનોની કિંમતો ઘટવાને કારણે બરબાદ થવા લાગ્યા, જેમાં ડેવલપર્સને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું. તાજેતરમાં સુધી, ચીનની કુલ સંપત્તિમાં રિયલ એસ્ટેટનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ હતો. પરંતુ નીચા વેલ્યુએશનને કારણે ચીનને મોટું નુકસાન થયું છે.

China - United States Department of State

ચીનમાં લાખો ગ્રેજ્યુએટ નોકરીની શોધમાં વ્યસ્ત છે. શહેરી વિસ્તારોમાં ‘વ્હાઈટ કોલર જોબ’ શોધવી એ પહાડ પર ચઢવા જેવું થઈ ગયું છે. દેશમાં 16 વર્ષથી 25 વર્ષની વચ્ચેના 21 ટકાથી વધુ યુવાનો કામની શોધમાં છે. ત્યાં રોજગારીનું સંકટ એટલું ગંભીર બની ગયું છે કે બેરોજગારીના આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ચીનમાં આ સંકટનું કારણ ત્યાંની સરકારની ઘણી નીતિઓ છે. એક તરફ, જ્યારે વિકસિત પશ્ચિમી દેશોના અર્થતંત્રની કરોડરજ્જુ લોકોનો ખર્ચ છે, ત્યારે ચીન આ મોડલ સાથે સહમત નથી અને તેને નકામા ખર્ચ માને છે.

ચલણ નબળું પડ્યું

ચીનનું ચલણ યુઆન નબળું પડી રહ્યું છે અને નિકાસ પણ ઘટી રહી છે. કોઈપણ રીતે, ચીનના અર્થતંત્રે કાગળ પર જે શક્તિ બતાવી છે તે વાસ્તવિકત નથી. ચીનની સરેરાશ વાર્ષિક આવક $12,850 છે અને અહીંના લગભગ 40 ટકા લોકો હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. થોડા સમય માટે પોતાની નબળી આર્થિક સ્થિતિને છુપાવ્યા બાદ ચીને ગયા વર્ષે પહેલીવાર સ્વીકાર્યું હતું કે ત્યાં આર્થિક સંકટ ચાલુ છે. ચીનના રાષ્ટ્રપતિએ બિઝનેસ જગતમાં સંઘર્ષ અને નોકરીની કટોકટીનો સ્વીકાર કર્યો હતો. શી જિનપિંગે 10 વર્ષમાં પ્રથમ વખત આર્થિક પડકારોનો ઉલ્લેખ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર : ભક્તોની આસ્થાને લઈને મંદિરમાં દર્શનના સમયમાં કરાયો વધારો, શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર