BRICS/ ચીને ભારતની અધ્યક્ષતા મામલે ભારતની કરી પ્રશંસા

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી બ્રિક્સ સમિટ યોજાઈ હતી. આ બીજી વખત હતું જ્યારે પીએમ મોદીએ બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી

Top Stories
pm modi ચીને ભારતની અધ્યક્ષતા મામલે ભારતની કરી પ્રશંસા

ચીને બ્રિક્સની સમિટની અધ્યક્ષતા ને લઇને પ્રશંસા કરી છે.ચીનના રાષ્ટ્રપતિએ શુક્રવારે કહ્યું કે તે બ્રિક્સ જૂથના એક વર્ષના પ્રમુખપદ દરમિયાન ભારતના યોગદાનને માને છે અને પ્રશંસા પણ  કરે છે. ભારત આ વર્ષે પાંચ સભ્યોના જૂથના અધ્યક્ષ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી બ્રિક્સ સમિટ યોજાઈ હતી. આ બીજી વખત હતું જ્યારે પીએમ મોદીએ બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી હતી. અગાઉ તેમણે 2016 માં ગોવા સમિટની અધ્યક્ષતા કરી હતી. ચીન આગામી વર્ષે 14 મી બ્રિક્સ સમિટનું આયોજન કરશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, આગામી વર્ષે તેમના અધ્યક્ષતા દરમિયાન, ચીન તમામ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે કામ કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચીન બ્રિક્સ ભાગીદારો સાથે વધુ પરિણામલક્ષી ભાગીદારી બનાવવાના સામાન્ય પડકારોને પહોંચી વળવા અને વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે જેટલું સારૂ કરી શકાશે તેટલું કરીશું.

જિનપિંગે કહ્યું હતું કે આ બ્રિક્સની 15 મી સમિટ છે. છેલ્લા 15 વર્ષમાં અમે રાજકીય આત્મવિશ્વાસ વધાર્યો છે અને રાજદ્વારી સંવાદને આગળ વધાર્યો છે. અમને એકબીજા સાથે વાતચીત કરવાની એક મજબૂત રીત મળી છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા આ પાંચ દેશ બ્રિકસમાં સામેલ છે.