launched/ ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Realmeએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન કર્યો લોન્ચ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Realmeએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે,કંપનીએ બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે – Realme GT 2 અને Realme GT 2 Pro

Trending Tech & Auto
3 1 2 ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Realmeએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન કર્યો લોન્ચ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Realmeએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે – Realme GT 2 અને Realme GT 2 Pro. Realme GT 2 Proમાં Qualcommનું લેટેસ્ટ Snapdragon 8 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં OLED ડિસ્પ્લે છે અને તેનું રિઝોલ્યુશન 2K છે. Realme GT 2માં Qualcomm Snapdragon 888 ચિપસેટ છે.

Realme GT 2 Pro ના વિશિષ્ટતાઓ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 6.7-ઈંચ 2K ડિસ્પ્લે છે. આ 120Hzના રિફ્રેશ રેટ સાથે LTPO AMOLED ડિસ્પ્લે છે. Realme GT 2 Proમાં Gorilla Glass Invictusનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 12GB રેમ અને 512GB ઈન્ટરનલ સ્ટોરેજ છે.

કેમેરા વિશે વાત કરીએ તો, Realme GT 2 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. પ્રાઈમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે. આમાં Sony IMX 766 લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન માટે પણ ફોનમાં સપોર્ટ છે. બીજો લેન્સ 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ છે, આ સિવાય 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 5000mAh બેટરી આપવામાં આવી છે અને તેમાં 65W ફાસ્ટ ચાર્જ સપોર્ટ છે.

Realme GT 2ની વિશિષ્ટતાઓ – Realme GT 2માં 6.62-ઈંચની  FHD E4 AMOLED ડિસ્પ્લે છે. 120Hz રિફ્રેશ રેટ માટે પણ સપોર્ટ છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Realme GT 2માં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઈમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે, બીજો 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ છે, જ્યારે 2-મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે, આ સ્માર્ટફોનમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

Realme GT 2 માં 5000mAh બેટરી છે અને તેની સાથે 65W ફાસ્ટ ચાર્જ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, બ્લૂટૂથ અને USB ટાઈપ સી પોર્ટ સહિત અન્ય સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. Realme GT 2ની કિંમત CNY 2699 (અંદાજે 31,700 રૂપિયા)થી શરૂ થાય છે. જ્યારે Realme GT 2 Proની કિંમત CNY 3899 (લગભગ 45,600 રૂપિયા)થી શરૂ થાય છે. હાલમાં આ સ્માર્ટફોનને માત્ર ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની ટૂંક સમયમાં તેને ભારતમાં પણ રજૂ કરી શકે છે.