winter season/ શિયાળામાં ઘરે આ રીતે બનાવો તલની ચિક્કી, નોંધીલો રેસીપી

સ્વાદિષ્ટ તલની ચિક્કી ઘરે બનાવવા ઈચ્છો છો તો તેની રેસિપિ સરળ છે અને સાથે જ તેના અનેક ફાયદા પણ છે.

Lifestyle
Untitled 23 12 શિયાળામાં ઘરે આ રીતે બનાવો તલની ચિક્કી, નોંધીલો રેસીપી

ઉત્તરાયણના દિવસે ઘરમાં તલની ચિક્કી અને લાડુ બનાવવામાં આવે છે. સ્વાદિષ્ટ તલની ચિક્કી ઘરે બનાવવા ઈચ્છો છો તો તેની રેસિપિ સરળ છે અને સાથે જ તેના અનેક ફાયદા પણ છે. તો તમે પણ જાણો ખાસ વાતો.ચિક્કીમાંથી આયર્ન, વિટામિન, મિનરલ, એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર હોવાની સાથે પૌષ્ટિક રહે છે અને સાથે અનેક બીમારીથી સુરક્ષિત રહે છે. તો જાણો તમે પણ તેના ફાયદા.

તલની ચિક્કીની સામગ્રી

  • 200 ગ્રામ તલ
  • 500 ગ્રામ ખાંડ
  • 1 કપ પાણી
  • 1 ટી સ્પૂન બેકિંગ સોડા
  • થાળીમાં લગાવવા ઘી કે બેકિંગ ટિન

બનાવવા માટેની રીત

મીડિયમ ગેસ રાખીને પાણી ગરમ કરો અને તેમાં ખાંડ ઉમેરો. ખાંડને ઓગળવા દો. જ્યારે ખાંડ ઓગળી જાય તો ગેસ ફાસ્ટ કરો અને તેમાં ઉભરો આવવા દો. જ્યારે ખાંડની ચાસણી તૈયાર થાય ત્યારે એક કપ ઠંડા પાણીમાં તેના કેટલાક ટીપા નાંખીને ચેક કરો. તે જામે છે કે નહીં. તેમાં તલને મિક્સ કરો અને સતત હલાવતા રહો અને 2 મિનિટ માટે તેને હલાવો. આ પછી તેને ગેસ પરથી ઉતારી લો. બેકિંગ સોડા મિક્સ કરો અને તેને મિશ્રણને પહેલા તૈયાર ડિશમાં નાંખો. હવે તેને પાતળી કરીને સેટ કરીને રહેવા દો.

ચિક્કી એનર્જીનો સારો સોર્સ છે. બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં તે ફાયદો કરે છે. સ્વસ્થ રક્ત લિપિડ પ્રોફાઈલ દ્વારા કોરોનરી ધમનીની બીમારી અને સ્ટ્રોકથી પણ બચાવે છે. ગ્રોથ માટે જરૂરી એમિનો એસિડની ગુણવત્તાને સુધારે છે. લોહીને સાફ કરે છે અને આયર્નથી ભરપૂર હોવાના કારણે હિમોગ્લોબીનના સ્તરને વધારીને એનિમિયાથી બચાવવામાં મદદ કરે છે. એન્ટી એલર્જી ગુણોથી ભરપૂર છે. માંસપેશીઓને આરામ આપવામાં મદદ કરે છે