Not Set/ આજે જ તમારા ઘરે બનાવો બટેટાના કુરકુરે, જાણી લો રેસીપી

સામગ્રી 1 કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા 1/2 કપ સમારેલા ફૂદીનાના પાન 1/2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 1/2 ટીસ્પૂન શેકેલું જીરા પાવડર 1/2 ટીસ્પૂન લીંબુનો રસ મીઠું (સ્વાદાનુસાર) 1/3 કપ મેંદો 1/3 કપ ભૂક્કો કરેલા પૌવા તેલ (તળવા માટે) પીરસવા માટે સ્વીટ અને સાવર સોસ બનાવવાની રીત  એક બાઉલમાં બટેટા, ફૂદીનો, લીલા મરચાં, જીરા પાવડર, લીંબુનો રસ અને મીઠું ભેળવી સારી […]

Food Lifestyle
kaka આજે જ તમારા ઘરે બનાવો બટેટાના કુરકુરે, જાણી લો રેસીપી

સામગ્રી

1 કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા
1/2 કપ સમારેલા ફૂદીનાના પાન
1/2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1/2 ટીસ્પૂન શેકેલું જીરા પાવડર
1/2 ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું (સ્વાદાનુસાર)
1/3 કપ મેંદો
1/3 કપ ભૂક્કો કરેલા પૌવા
તેલ (તળવા માટે)

પીરસવા માટે
સ્વીટ અને સાવર સોસ

બનાવવાની રીત 

એક બાઉલમાં બટેટા, ફૂદીનો, લીલા મરચાં, જીરા પાવડર, લીંબુનો રસ અને મીઠું ભેળવી સારી રીતે મિક્સ કરી લો ત્યાર પછી આ મિશ્રણના 6 સરખા ભાગ પાડી લો પછી  દરેક ભાગને હાથની મદદથી ગોળ બોલનો આકાર આપી બાજુ પર મૂકી રાખો.

મેંદાને થોડા પાણીમાં મેળવી, મુલાયમ અને જાડી પેસ્ટ બનાવી બાજુ પર રાખો. હવે બનાવેલા દરેક બોલને લોટના પેસ્ટમાં બોળી, ભૂક્કો કરેલા પૌવામાં ફેરવો જેથી તેનું એકસરખું આવરણ બોલની ચારેબાજુએ લાગી જાય.

એક કઢાઇમાં તેલ ગરમ કરી, બોલ્સને થોડા-થોડા કરી દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો. સ્વીટ અને સાવર સોસ સાથે ગરમ-ગરમ પીરસો.