OMG!/ 200 કિલો વજન ધરાવતી ચોકલેટ ગણેશ મૂર્તિ બની લોકોનું આકર્ષણનું કેન્દ્ર , વીડિયો તમે પણ જોઈ લો

લુધિયાણામાં બનાવવામાં આવેલી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. બેકરીના માલિક કુકરેજાએ જણાવ્યું હતું કે અમે 6 વર્ષથી ચોકલેટ ગણેશ

Ajab Gajab News
Untitled 115 200 કિલો વજન ધરાવતી ચોકલેટ ગણેશ મૂર્તિ બની લોકોનું આકર્ષણનું કેન્દ્ર , વીડિયો તમે પણ જોઈ લો

શભરમાં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે ગણેશજીનાભક્તો તેમના આગમનની તૈયારીમાં લાંબા સમયથી રાહ જુએ છે, બાપ્પા તેમના ભક્તો વચ્ચે દસ દિવસ માટે આવે છે. આ દરમિયાન સમગ્ર દેશમાં ગણેશોત્સવ ઉજવાય છે. ત્યારે હાલ ચોકલેટથી બનેલી ગણેશ જીની મૂર્તિ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.  બેકરીના માલિક હરજિંદર સિંહ કુકરેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચોકલેટ ગણેશ મૂર્તિનો વીડિયો શેર કર્યો છે.

લુધિયાણામાં બનાવવામાં આવેલી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. બેકરીના માલિક કુકરેજાએ જણાવ્યું હતું કે અમે 6 વર્ષથી ચોકલેટ ગણેશ બનાવી રહ્યા છીએ. જેનાથી અમે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે ગણેશ ચતુર્થી ઈકોફ્રેન્ડલી રીતે ઉજવી શકાય છે.

https://www.instagram.com/reel/CTmnpIRJDsh/?utm_source=ig_embed&ig_rid=e0db0abd-8952-4813-8619-e0cad94fc6ed

કરેજાએ જણાવ્યું હતુ કે આ ઈકો ફ્રેન્ડલી ગણેશ બનાવવા માટે તેને દસ દિવસ લાગ્યા હતા.આ મુર્તિ 200 કિલોથી વધુ બેલ્જિયન ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. વધુમાં જણાવ્યુ હતુ કે આ મૂર્તિનું દૂધમાં વિસર્જન કરવામાં આવશે અને બાદમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને પ્રસાદ તરીકે ચોકલેટ દૂધ તરીકે વહેંચવામાં આવશે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપતા જોવા મળી રહ્યા છે.