@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
રાજકોટ હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન ડોશલીઘુના ડેમની પાળ તોડી પાડતાં સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજુઆત કરતાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરવા બાબતે મામલો બિચકયો હતો. બાદમાં ચોટીલાનાં ધારાસભ્ય ઋત્વિક મકવાણાની રાજકોટ જીલ્લાનાં બામણબોર પોલીસે અટકાયત કરતા ચકચાર મચી જવા પામી છે.

માનવ ધર્મ: પક્ષીઓ પણ પોતાના ઘરમાં રહી શકે તે માટે માનવ ધર્મ નિભાવતા પક્ષીપ્રેમી શંભુભાઈ મિસ્ત્રી
હાલમાં ચોટીલા અને રાજકોટ વચ્ચે રાજકોટ હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરી દરમિયાન ડોશલીઘુના ડેમની પાળ તોડી પાડતા સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજુઆત કરતા ધારાસભ્ય ઋત્વિક મકવાણા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરવા બાબતે મામલો બિચકયો હતો.

જેમાં ઉગ્ર બોલાચાલી બાદ એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ બોલાવી પોલીસે ધારાસભ્ય ઋત્વિક મકવાણાની અટકાયત કરી હતી. ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાતાં ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી હતી.

