Banaskantha News/ બનાસકાંઠામાં શિક્ષકો બાદ ડોક્ટરો પણ ગુલ્લીબાજ

બનાસકાંઠામાં હવે શિક્ષકોના ગુલ્લીબાજને મામલો થાળે પડ્યો નથી ત્યાં ગુલ્લીબાજ ડોક્ટરોનો મામલો સામે આવ્યો છે. તેઓ ચાલુ પગારે ગેરહાજર રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે અધિકારીઓ ચાલુ પગારે રજા પર ઉતરી જલસા કરી રહ્યા છે. તેમા પણ એક તો વિદેશમાં જલસા કરી રહ્યો છે.

Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠામાં હવે શિક્ષકોના ગુલ્લીબાજને મામલો થાળે પડ્યો નથી ત્યાં ગુલ્લીબાજ ડોક્ટરોનો મામલો સામે આવ્યો છે. તેઓ ચાલુ પગારે ગેરહાજર રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે અધિકારીઓ ચાલુ પગારે રજા પર ઉતરી જલસા કરી રહ્યા છે. તેમા પણ એક તો વિદેશમાં જલસા કરી રહ્યો છે.

કાંકરેજના કાકર આરોગ્ય કેન્દ્રના ધિકારી હાર્દિક સાવજ ગેરહાજર છે. નવાવાસ આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ પણ ગેરહાજર છે. આ બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા એપેડેમિક અધિકારીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. એકપણ ડોક્ટર ગેરહાજર ન હોવાનું નિવેદન આપ્યું છે.

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને નોટિસ પાઠવી છે અને સાથે જ જિલ્લામાં કોઈ PHC, CHC કે સબ સેન્ટર્સમાં કર્મચારીઓ રજા પર હોય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા માટે સૂચન કર્યું છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હોવાની માહિતી જિલ્લા શિક્ષણ વિભાગ અધિકારી દ્વારા આપવામાં આવી છે.આ મુદ્દે જણાવતા તેમણે કહ્યું કે, ’33 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે હજુ 6 શિક્ષકો સામે બરતરફ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.’

દાંતા તાલુકાના પાંછા શાળાની શિક્ષિકા અમેરિકામાં રહી શાળામાં નોકરી ચાલુ હોવાના ઉઠેલા વિવાદ બાદ જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી આવા શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, અને જે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી લાંબી રજાઓ કોઈપણ મંજૂરી વિના રાખી અને સ્કૂલમાં નથી આવતા તેમના સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં 33 શિક્ષકોને બરતરફ કરવાની કર્યા બાદ 6 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે, અને ખુલાસો માંગવામાં આવ્યો છે તેમના સામે પણ કડક કાર્યવાહી કરાશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, વિદેશ ગયેલા શિક્ષકો રૂબરૂ હાજર થઈ શક્યા નથી માટે રાજીનામાંની કાર્યવાહી આગળ વધી શકી નથી તેમજ શિક્ષણ વિભાગના 2006ના મુજબ સીધી કાર્યવાહી થઈ શકતી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુટલીબાજ ફક્ત શિક્ષકો જ નથી, આચાર્ય પણ છે

આ પણ વાંચો: ગુજરાતમાં ભૂતિયા શિક્ષક મામલો, સાબરકાંઠામાં કુલ 5 શિક્ષકો આવ્યા સામે

આ પણ વાંચો: રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી