Not Set/ કોરોનાનાં કહેર વચ્ચે બિહાર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં 1 ઓગષ્ટથી 16 દિવસ માટે…

બિહારમાં કોરોના વાયરસની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. રોજ નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ જોતા, બિહાર સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં લોકડાઉન 16 દિવસ સુધી લંબાવ્યું છે. હવે બિહારમાં 1 ઓગસ્ટથી આગામી 16 દિવસ એટલે કે 16 ઓગસ્ટ સુધી લોકડાઉન ચાલુ રહેશે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા પણ જારી કરી છે. બિહારનાં […]

India
e0d566ce127074c1370db62a70c7a86e કોરોનાનાં કહેર વચ્ચે બિહાર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં 1 ઓગષ્ટથી 16 દિવસ માટે...
e0d566ce127074c1370db62a70c7a86e કોરોનાનાં કહેર વચ્ચે બિહાર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં 1 ઓગષ્ટથી 16 દિવસ માટે...

બિહારમાં કોરોના વાયરસની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. રોજ નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ જોતા, બિહાર સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં લોકડાઉન 16 દિવસ સુધી લંબાવ્યું છે. હવે બિહારમાં 1 ઓગસ્ટથી આગામી 16 દિવસ એટલે કે 16 ઓગસ્ટ સુધી લોકડાઉન ચાલુ રહેશે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા પણ જારી કરી છે.

બિહારનાં ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી રાજ્યમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે, પોઝિટિવિટી રેટમાં પણ અગાઉની તુલનામાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે જેથી કોરોનાનાં તાત્કાલિક ચેપને અટકાવી શકાય.