Not Set/ પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ સોમેન મિત્રાનું થયું હાર્ટ એટેકથી નિધન

  પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સોમેન મિત્રાનું મોડી રાત્રે અવસાન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા.78 વર્ષીય સોમેન મિત્રાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. મિત્રાને થોડા દિવસો પહેલા કિડનીની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને બપોરે […]

India
 

પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સોમેન મિત્રાનું મોડી રાત્રે અવસાન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા.78 વર્ષીય સોમેન મિત્રાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. મિત્રાને થોડા દિવસો પહેલા કિડનીની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને બપોરે 1.30 વાગ્યે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. સોમેન મિત્રાનો કોરોના ટેસ્ટ પણ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો.

સોમેન મિત્રાના પરિવારના સભ્યએ જણાવ્યું કે સોમેન મિત્રાને કિડનીની તકલીફ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આપને જણાવી દઈએ કે સોમેન મિત્રા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ લોકસભાના સાંસદ પણ હતા. સોમેન મિત્રાના પરિવારમા તેમના પત્ની અને એક પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.