કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને જેલમાં બંધ ડો.કફિલ ખાનને મુક્ત કરવાની માંગ કરી છે. પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે ડો.કફિલને ન્યાય મળે તે માટે પ્રયાસ કરો.
પ્રિયંકા ગાંધીએ ગુરુ ગોરખનાથની એક સબદીને પણ પોતાના પત્રમાં મુખ્યમંત્રી આદિત્યનાથને લખી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રિયંકાએ લખેલી આ સબદી વાંચીને ભાવુક થઈ શકે છે. જણાવી દઈએ કે યુપી કોંગ્રેસનો લઘુમતી વિભાગ ડો.કફિલ ખાનને મુક્ત કરવાની માંગને લઇને લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે અને સમગ્ર રાજ્યભરમાં અભિયાન ચલાવી રાખ્યુ છે. કફિલને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.
ગોરખપુર મેડિકલ કોલેજનાં ભૂતપૂર્વ ડો.કફિલ ખાન રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (રાસુકા) હેઠળ મથુરા જેલમાં બંધ છે. નાગરિકત્વ કાયદાનાં વિરોધ દરમિયાન તેમના ભાષણ બદલ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
