Not Set/ કોરોનાથી મોતનાં મામલે હવે ભારત પહોંચ્યું 5 માં સ્થાને, 16 લાખથી વધુ નોંધાયા કેસ

  ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. દેશમાં કોરોના ચેપનાં મામલાઓ 16.39 લાખને પાર કરી ગયા છે અને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાથી મોતનાં મામલામાં ભારત હવે ઇટાલીને પાછળ છોડી 5 માં ક્રમે પહોંચી ગયું છે. જો કે, આ સમયગાળા દરમિયાન 1 મિલિયનથી વધુ કોરોના દર્દીઓ ચેપ મુક્ત […]

India
8074077bb10a4a64bf9a1be356bbc588 કોરોનાથી મોતનાં મામલે હવે ભારત પહોંચ્યું 5 માં સ્થાને, 16 લાખથી વધુ નોંધાયા કેસ
8074077bb10a4a64bf9a1be356bbc588 કોરોનાથી મોતનાં મામલે હવે ભારત પહોંચ્યું 5 માં સ્થાને, 16 લાખથી વધુ નોંધાયા કેસ 

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. દેશમાં કોરોના ચેપનાં મામલાઓ 16.39 લાખને પાર કરી ગયા છે અને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાથી મોતનાં મામલામાં ભારત હવે ઇટાલીને પાછળ છોડી 5 માં ક્રમે પહોંચી ગયું છે. જો કે, આ સમયગાળા દરમિયાન 1 મિલિયનથી વધુ કોરોના દર્દીઓ ચેપ મુક્ત બની ગયા છે.

કોરોના ચેપને કારણે થતાં મૃત્યુનાં મામલે ભારત હવે ઇટાલીને પાછળ છોડી 5 મા ક્રમે પહોંચી ગયું છે. વર્લ્ડમીટર અનુસાર, ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 35,786 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાથી થતાં મૃત્યુમાં યુનાઈટેડ સ્ટેટ્સ (1,54,963), બ્રાઝિલ (91,263), બ્રિટન (45,999) અને મેક્સિકો (45,361) હવે ભારત કરતા આગળ છે.

વર્લ્ડ મીટર અનુસાર ભારતમાં કોરોનાનાં અત્યાર સુધીમાં 16,39,350 કેસ નોંધાયા છે, જેમાં 35,786 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય 10,59,093 લોકો આ ચેપને હરાવવામાં સફળ રહ્યા છે. દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 5,44,471 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.