Not Set/ સુશાંતસિંહ સુસાઇડ કેસ/ FIR બાદ પહેલીવાર રિયાએ તોડી ચુપ્પી, કહ્યુ- સત્યમેવ જયતે

  સુશાંત આત્મહત્યા કેસને દોઢ મહિનાનો સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી મુંબઈ પોલીસ કોઈ નક્કર પરિણામ પર પહોંચી શકી નથી. આ કેસમાં નવો વળાંક મંગળવારે ત્યારે આવ્યો જ્યારે સુશાંતનાં પિતા કે.કે.સિંહે પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. આ એફઆઈઆરમાં રિયા પર સખત આરોપ લગાવવામાં આવ્યા છે. હવે ત્રણ દિવસ બાદ અભિનેત્રી રિયાએ આ […]

India
 

સુશાંત આત્મહત્યા કેસને દોઢ મહિનાનો સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી મુંબઈ પોલીસ કોઈ નક્કર પરિણામ પર પહોંચી શકી નથી. આ કેસમાં નવો વળાંક મંગળવારે ત્યારે આવ્યો જ્યારે સુશાંતનાં પિતા કે.કે.સિંહે પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. આ એફઆઈઆરમાં રિયા પર સખત આરોપ લગાવવામાં આવ્યા છે. હવે ત્રણ દિવસ બાદ અભિનેત્રી રિયાએ આ મામલે મૌન તોડ્યું છે.

રિયાએ તેના વકીલ સતીષ માનેશિંદે દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે. રિયાએ કહ્યું કે, ‘મને ભગવાન અને ન્યાયતંત્રમાં અવિરત વિશ્વાસ છે. હું માનું છું કે મને ન્યાય મળશે. ભલે મીડિયામાં મારા વિશે ઘણી ભયંકર વાતો કરવામાં આવી રહી છે, પરંતુ તે તેના વકીલની સલાહ પર આ મામલે ટિપ્પણી કરવાનું ટાળી રહી છે. રિયાનાં જણાવ્યા પ્રમાણે સત્યનો વિજય થશે. આપને જણાવી દઈએ કે, સુશાંતનાં મૃત્યુ પછી આ પહેલીવાર છે જ્યારે રિયાએ આ મામલે કંઇક કહ્યું છે.