Not Set/ દેશમાં મનાવવામાં આવી રહ્યો છે ઈદનો તહેવાર, PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે પાઠવ્યાં અભિનંદન

  આજે દેશ અને દુનિયાભરમાં ઈદ-ઉલ-અઝહાનાં તહેવારને મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવાર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશનાં ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે આજે ઉર્દૂમાં તેમનો અભિનંદન સંદેશ લખ્યો હતો. રાષ્ટ્રપતિએ આ સાથે, હિન્દીમાં પણ સંદેશ આપતા, દેશવાસીઓને ભાઈચારો અને બલિદાનની લાગણીની ભાવના વ્યક્ત કરતા તહેવાર […]

India
f9759c012deb12441705703f82a2b03e 1 દેશમાં મનાવવામાં આવી રહ્યો છે ઈદનો તહેવાર, PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે પાઠવ્યાં અભિનંદન
 

આજે દેશ અને દુનિયાભરમાં ઈદ-ઉલ-અઝહાનાં તહેવારને મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવાર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશનાં ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે આજે ઉર્દૂમાં તેમનો અભિનંદન સંદેશ લખ્યો હતો.

રાષ્ટ્રપતિએ આ સાથે, હિન્દીમાં પણ સંદેશ આપતા, દેશવાસીઓને ભાઈચારો અને બલિદાનની લાગણીની ભાવના વ્યક્ત કરતા તહેવાર પર શુભકામનાઓ આપતા કોવિડને લઇને પણ સતર્ક રહેવા માટે કહ્યુ. રાષ્ટ્રપતિ કોવિંદે તેમના ટ્વિટમાં લખ્યું છે. “ઈદ મુબારક, ઇદ-ઉલ-જુહાનો ઉત્સવ પરસ્પર ભાઈચારો અને બલિદાનની ભાવનાનું પ્રતીક છે અને લોકોને બધાનાં હિત માટે કાર્ય કરવા પ્રેરણા આપે છે. આવો, આ સારા પ્રસંગે જરૂરિયાતમંદ લોકો સાથે આપણી ખુશીઓ શેર કરીએ. અને કોવિડ-19 ને રોકવા માટેની તમામ માર્ગદર્શિકાનું પાલન કરો.”