Not Set/ કર્ણાટકનાં પૂર્વ CM સિદ્ધારમૈયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

  કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા સિદ્ધારમૈયાને કોરોનાથી ચેપ લાગ્યો છે, તેમણે જાતે જ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. સિદ્ધારમૈયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાવચેતીરૂપે ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થયો છું, હું મારા સંપર્કમાં રહેલા બધા લોકોને આ લક્ષણોની તપાસ અને પોતાને અલગ […]

India
b8a81008ed1659b121c8cd1780c107f4 1 કર્ણાટકનાં પૂર્વ CM સિદ્ધારમૈયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
 

કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા સિદ્ધારમૈયાને કોરોનાથી ચેપ લાગ્યો છે, તેમણે જાતે જ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. સિદ્ધારમૈયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાવચેતીરૂપે ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થયો છું, હું મારા સંપર્કમાં રહેલા બધા લોકોને આ લક્ષણોની તપાસ અને પોતાને અલગ રાખવા વિનંતી કરું છું.”

આપને જણાવી દઇએ કે, સિદ્ધારમૈયા પહેલા કર્ણાટકનાં મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પા તેમની પુત્રી અને 6 સ્ટાફ સભ્યો કોરોના ઝપટમાં આવી ગયા હોવાનુ સામે આવ્યુ હતુ. આ સિવાય રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.