આજે સમગ્ર અયોધ્યામાં જય શ્રી રામનાં નારા ગુંજી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે લોકસભાનાં સાંસદ અને અખિલ ભારતીય મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનનાં વડા અસદુદ્દીન ઓવૈસીએ બાબરી મસ્જિદને યાદ કરી છે. 1528 માં, અયોધ્યામાં મોગલ બાદશાહ બાબર દ્વારા મસ્જિદનો પાયો નાખ્યો હતો, જેને કાર સેવકો દ્વારા 1992 માં 6 ડિસેમ્બરનાં રોજ રામ મંદિર આંદોલનનાં ભાગ રૂપે તોડી પાડવામાં આવ્યો હતો. ઓવૈસીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે ‘બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે.‘
છેલ્લા કેટલાક દિવસોમાં ભૂમિપૂજનનાં સમાચારો સામે ઓવૈસીએ સતત વિરોધ નોંધાવ્યો હતો. ગયા અઠવાડિયે, તેમણે બાબરી વિધ્વંસ માટે કોંગ્રેસને પણ દોષી ઠેરવ્યા હતા. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતુ કે, ‘જેનો હક બને છે તેને શ્રેય આપવામાં આવવો જોઇએ. આખરે તે રાજીવ ગાંધી જ હતા, જેમણે બાબરી મસ્જિદનું તાળુ ખોલ્યું હતું અને તે પી.વી. નરસિંમ્હા રાવ જ હતા, જેમણે વડા પ્રધાન હતા ત્યારે સંપૂર્ણ વિધ્વંસ જોયુ હતુ. વિધ્વંસનાં આ અભિયાનમાં કોંગ્રેસ સંઘ પરિવારની સાથે હાથ થી હાથ રાખીને ઉભી રહી હતી.’
#BabriMasjid thi, hai aur rahegi inshallah #BabriZindaHai pic.twitter.com/RIhWyUjcYT
— Asaduddin Owaisi (@asadowaisi) August 5, 2020
