Not Set/ રામ મંદિર ભૂમિપૂજન પર પાકિસ્તાને લાગ્યા મરચા, રેલ્વે મંત્રીએ કહ્યું- ભારત હવે ‘શ્રી રામનો હિન્દુત્વ’ દેશ…

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. આ સાથે જ હવે રામમંદિરના મામલે પાકિસ્તાને મરચા લાગ્યા છે. પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદે કહ્યું કે, ભારત હવે ધર્મનિરપેક્ષ દેશ નથી પરંતુ રામ નગરમાં પરિવર્તન થયો છે. રાશિદે કહ્યું કે, પ્રાચીન કાળના બિનસાંપ્રદાયિક દેશો હવે આખી દુનિયામાં નાશ પામ્યા છે અને ભારત […]

Uncategorized
b09cc40e4e0fc86071f3ad058ce5d015 1 રામ મંદિર ભૂમિપૂજન પર પાકિસ્તાને લાગ્યા મરચા, રેલ્વે મંત્રીએ કહ્યું- ભારત હવે 'શ્રી રામનો હિન્દુત્વ' દેશ...

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. આ સાથે જ હવે રામમંદિરના મામલે પાકિસ્તાને મરચા લાગ્યા છે. પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદે કહ્યું કે, ભારત હવે ધર્મનિરપેક્ષ દેશ નથી પરંતુ રામ નગરમાં પરિવર્તન થયો છે. રાશિદે કહ્યું કે, પ્રાચીન કાળના બિનસાંપ્રદાયિક દેશો હવે આખી દુનિયામાં નાશ પામ્યા છે અને ભારત હવે ‘શ્રી રામનો હિન્દુત્વ’ દેશ બની ગયો છે.

રાશિદે કહ્યું કે પાકિસ્તાન અયોધ્યામાં રામ મંદિર નિર્માણની કડક નિંદા કરે છે. તેમણે કહ્યું કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 વર્ષ પહેલા અયોધ્યાની મુલાકાત દરમિયાન પોતાનો હેતુ વ્યક્ત કર્યો હતો. 
રાશિદે વધુમાં કહ્યું કે, કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ થયાના એક વર્ષ પૂરા થવા પર મોદીએ જાણીજોઈને રામ મંદિર ભૂમિપૂજન માટે એક દિવસની પસંદગી કરી છે.

મોદીનું નામ લેતાંની સાથે જ રાશિદને લાગ્યો ઇલેક્ટ્રિક શોક 

પાકિસ્તાનના રેલવે પ્રધાને કહ્યું કે, દરેક હિન્દુ નેતાએ બાબરી મસ્જિદના મુદ્દે રાજકારણ કર્યું છે. ગયા વર્ષે પીએમ મોદીની આલોચના કરતી વખતે શેખ રાશિદે જ્યારે ભારે વીજ આંચકો લાગ્યો ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિક શોક સાથે જ રાશિદ ભયભીત થઈ ગયો હતો અને તેણે તેની વચ્ચે પોતાનું ભાષણ બંધ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.