Not Set/ અમદાવાદ/ શહેરમાં છવાયું અંધારપટ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

  હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને લઈને અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદી જાપ્તા જોવા મળ્યા હતા. કાળા દિબાંગ વાદળોને લઈને સામિ સાંજે રાત્રિ જેવાઓ આભાસ થઈ રહ્યો […]

Ahmedabad Gujarat
dcb803596c02314714c3f5cee1e66050 અમદાવાદ/ શહેરમાં છવાયું અંધારપટ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ
dcb803596c02314714c3f5cee1e66050 અમદાવાદ/ શહેરમાં છવાયું અંધારપટ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને લઈને અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદી જાપ્તા જોવા મળ્યા હતા. કાળા દિબાંગ વાદળોને લઈને સામિ સાંજે રાત્રિ જેવાઓ આભાસ થઈ રહ્યો હતો. સમગ્ર અમદાવાદમાં અંધારપટ છ્વઈ ગયું હતું.

શહેરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. માનસી રસ્તા, વસ્ત્રાપુરમાં વરસાડી ઝાપટાં જોવા મળ્યા હતા. શહેરમાં મીની વાવાઝોડા જેવી અસર જોવ મળી હતી. એસ.જી.હાઇવે, સિંધુ ભવનમાં ભારે પવન સાથે વરસાડી ઝાપટાં જોવા મળ્યા હતા.

નોધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા બે દિવસ પહેલા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદને કારણે ભારે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

અગામી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. પરંતુ સાથે એમ પણ કહ્યું છે કે, રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે.

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. ગઇ કાલે વરસેલા વરસાદે રાજ્યનાં વરસાદની બે ટકા ઘટ પૂરી છે, જેથી રાજ્યનો અત્યાર સુધી કુલ વરસાદ 45 ટકા નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.