Not Set/ જાણી લો 8 કોરોના દર્દીઓનો ભોગ લેનાર હોસ્પિટલમાં કયા કારણે લાગી આગ…

બુધવારની રાત ગુજરાતનાં સ્વાસ્થ્ય ઇતિહાસમાં કાળી રાત તરીકે આળખાણ પામે તેવી દુખદ અને ગોઝારી ઘટનાની સાક્ષી બની. અમદાવાદનાં નવરંગપુરામાં આવેલી કોવિડ હોસ્પિટલ એટલે કે શ્રેય હોસ્પિટલનાં ICUમાં અચાનક જ આગ લાગી અને કોરોનાની સામે ICUમાં જંગ લડી રહેલા 8 દર્દીઓ ભરથ્થુ થઇ જતા મોતને ભેટ્યા. સરકાર દ્વારા આ ગંભીર બેદરકારી મામલે તપાસનાં આદેશો આપી દેવામાં […]

Ahmedabad Gujarat
4b80cd4efe6d44a23ea49576002524ac જાણી લો 8 કોરોના દર્દીઓનો ભોગ લેનાર હોસ્પિટલમાં કયા કારણે લાગી આગ...
4b80cd4efe6d44a23ea49576002524ac જાણી લો 8 કોરોના દર્દીઓનો ભોગ લેનાર હોસ્પિટલમાં કયા કારણે લાગી આગ...

બુધવારની રાત ગુજરાતનાં સ્વાસ્થ્ય ઇતિહાસમાં કાળી રાત તરીકે આળખાણ પામે તેવી દુખદ અને ગોઝારી ઘટનાની સાક્ષી બની. અમદાવાદનાં નવરંગપુરામાં આવેલી કોવિડ હોસ્પિટલ એટલે કે શ્રેય હોસ્પિટલનાં ICUમાં અચાનક જ આગ લાગી અને કોરોનાની સામે ICUમાં જંગ લડી રહેલા 8 દર્દીઓ ભરથ્થુ થઇ જતા મોતને ભેટ્યા. સરકાર દ્વારા આ ગંભીર બેદરકારી મામલે તપાસનાં આદેશો આપી દેવામાં આવ્યા છે. તલસ્પર્શી તપાસનાં અંતે તમામ હકીકતો સામે આવશે.

પરંતુ હાલ પ્રાથમીક તપાસમાં આગ લાગવાનું કારણ સામે આવી ગયુ છે. જી હા, શ્રેય કોવિડ હોસ્પિટલનાં ICUમાં આગ લાગવા પાછળ પ્રાથમિક તપાસમાં ICU વોર્ડમાં સિલિન્ડર હોવાનું જણાયું છે. હોસ્પિટલનાં ICU માં સિલિન્ડ હોવાની વિગતો પ્રાથમીક તપાસમાં સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. અને સિલિન્ડર હતું છતા આગ કેમ લાગી તે મામલે FSL અને તપાસ ટીમ સઘન તપાસ કરી રહી છે.

એક સાથે 8 દર્દીઓનાં હોસ્પિટલમાં આગ લાગવાથી મોત થતા સમગ્ર રાજ્યમાં લોકો દ્વારા સરકાર અને તંત્ર પર આંગળી ચીંધવામાં આવી રહી છે અને અનેક પ્રકારની વિવિધ સાવલો પણ જન્મી રહ્યા છે. લોકો પુછી રહ્યા છે કે, હોસ્પિટલનાં ICUમાં સિલિન્ડર હોસ્પિટલ તંત્રએ કેમ રાખ્યો ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews