અયોધ્યાના ધન્નીપુર ગામમાં સુન્ની વકફ બોર્ડને અપાયેલી પાંચ એકર જમીન પર મસ્જિદના નિર્માણ માટે જાહેર સમર્થન સાથે ભંડોળ એકઠું કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે. આ સંદર્ભે, બોર્ડ દ્વારા રચિત ટ્રસ્ટ ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનને સેક્શન 80 જી અને આવકવેરાના અન્ય વિભાગોમાં મુક્તિ અને અન્ય કામો માટે જરૂરી પાન (કાયમી એકાઉન્ટ નંબર) ફાળવવામાં આવ્યો છે. આ ટ્રસ્ટનું બેંક ખાતું આવતા અઠવાડિયે પાનના આધારે ખોલવામાં આવશે.
જેમણે મસ્જિદો, હોસ્પિટલો અને ભારત-ઇસ્લામિક સંશોધન કેન્દ્રો વગેરે માટે સહકાર આપવાનું વચન આપ્યું છે, તેમને આર્થિક સહાય માટે કહેવામાં આવશે. એક સવાલના જવાબમાં અથર હુસેને કહ્યું કે અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ 1400 ગજ જેટલા વિસ્તારમાં બનાવવામાં આવશે. આ સિવાય બાકીની જગ્યામાં એક મોટી હોસ્પિટલ બનાવવામાં આવશે.
ટ્રસ્ટના સેક્રેટરી અને પ્રવક્તા આહર હુસેન દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે, તેમણે કહ્યું કે ટ્રસ્ટની 400 ચોરસ ફૂટની ઓફિસ લખનૌના હુસૈનગંજ વિસ્તારમાં સ્થિત બર્લિંગ્ટન સ્ક્વેર બિલ્ડિંગના ચોથા માળે લેવામાં આવી છે. આ ઓફિસ બિલ્ડિંગમાં, ટ્રસ્ટના નવા નિયુક્ત 9 સભ્યો સામાજીક અંતર જાળવી રાખીને રૂબરૂ મળશે. બેઠકમાં આગળનો એક્શન પ્લાન નક્કી કરવામાં આવશે. જો કે ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો છે, પરંતુ હાલમાં અધ્યક્ષ સહિત 9 સભ્યો જ નિમાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
