Not Set/ સન્ની વક્ફ બોર્ડ મસ્જિદની જમીન પર બનાવશે હોસ્પિટલ, CM યોગીને આપશે આમંત્રણ

  સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અયોધ્યામાં આપવામાં આવેલી જમીન પર બનાવવામાં આવેલી મસ્જિદનું નામ બાબરી મસ્જિદથી રાખવામા આવશે નહીં. ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના અનુસાર નવા ટ્રસ્ટના પ્રવક્તાએ કહ્યું કે ઇસ્લામમાં મસ્જિદ બાંધકામમાં શિલાન્યાસ કાર્યક્રમની મંજૂરી નથી. મસ્જિદ ફક્ત પાયો ખોદવાથી શરૂ થાય છે, પરંતુ જ્યારે આ જમીન પર હોસ્પિટલ અથવા ટ્રસ્ટની ઇમારતનો […]

India
2ef4a56a4f0d181be86373f8abd9cf48 સન્ની વક્ફ બોર્ડ મસ્જિદની જમીન પર બનાવશે હોસ્પિટલ, CM યોગીને આપશે આમંત્રણ
2ef4a56a4f0d181be86373f8abd9cf48 સન્ની વક્ફ બોર્ડ મસ્જિદની જમીન પર બનાવશે હોસ્પિટલ, CM યોગીને આપશે આમંત્રણ 

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અયોધ્યામાં આપવામાં આવેલી જમીન પર બનાવવામાં આવેલી મસ્જિદનું નામ બાબરી મસ્જિદથી રાખવામા આવશે નહીં.

ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના અનુસાર નવા ટ્રસ્ટના પ્રવક્તાએ કહ્યું કે ઇસ્લામમાં મસ્જિદ બાંધકામમાં શિલાન્યાસ કાર્યક્રમની મંજૂરી નથી. મસ્જિદ ફક્ત પાયો ખોદવાથી શરૂ થાય છે, પરંતુ જ્યારે આ જમીન પર હોસ્પિટલ અથવા ટ્રસ્ટની ઇમારતનો પાયો નાખવામાં આવે છે, ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ આપવામાં આવશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મેદાન પર શરૂઆતના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આજ તકને આપેલા ઇન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે નતો  કોઈ તેમને બોલાવશે  કે નતો તેઓ મસ્જિદના શિલાન્યાસના કાર્યક્રમમાં જશે.

છેલ્લા 2 દિવસથી સોશ્યલ મીડિયામાં સતત ચર્ચા ચાલી રહી હતી કે રૌનાહીના ધન્નીપુર ગામમાં અયોધ્યામાં બનાવવામાં આવેલી મસ્જિદનું નામ બાબર રાખવામાં આવશે, જેને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે નામંજૂર કરી હતી અને તેને અફવા ગણાવી હતી.

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે તાજેતરમાં જ ઈન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી છે જે અયોધ્યામાં મસ્જિદ તેમજ હોસ્પિટલના સમુદાય કેન્દ્ર અને સમુદાય રસોડાનું નિર્માણ કરશે. ઇસ્લામી બાબતો પર સંશોધન કેન્દ્ર પણ બનાવવામાં આવશે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.