Not Set/ કર્ણાટકનાં બિઝનેશમેનનાં ગૃહપ્રવેશમાં દેખાઈ તેની મૃત પત્ની, હાજર લોકોનાં ઉડ્યા હોશ

કર્ણાટકના કોપ્પલ શહેરના એક ઉદ્યોગપતિએ તેના નવા ઘરમાં પ્રવેશ કર્યો છે, આ દરમિયાન એક વ્યક્તિની હાજરીથી બધાને આશ્ચર્ય થયું હતુ. તે ઉદ્યોગપતિ શ્રીનિવાસ મૂર્તિની પત્ની માધવી હતી. માધવીનું 3 વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. માધવી પરિવાર સાથે તિરૂપતિ બાલાજીના દર્શન કરવા નીકળી હતી, જે બાદ તે ઘરે પરત ફરી શકી નહીં. તે […]

Uncategorized
17e3ba8725d235b119e008e1e0c662be કર્ણાટકનાં બિઝનેશમેનનાં ગૃહપ્રવેશમાં દેખાઈ તેની મૃત પત્ની, હાજર લોકોનાં ઉડ્યા હોશ
17e3ba8725d235b119e008e1e0c662be કર્ણાટકનાં બિઝનેશમેનનાં ગૃહપ્રવેશમાં દેખાઈ તેની મૃત પત્ની, હાજર લોકોનાં ઉડ્યા હોશ

કર્ણાટકના કોપ્પલ શહેરના એક ઉદ્યોગપતિએ તેના નવા ઘરમાં પ્રવેશ કર્યો છે, આ દરમિયાન એક વ્યક્તિની હાજરીથી બધાને આશ્ચર્ય થયું હતુ. તે ઉદ્યોગપતિ શ્રીનિવાસ મૂર્તિની પત્ની માધવી હતી. માધવીનું 3 વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. માધવી પરિવાર સાથે તિરૂપતિ બાલાજીના દર્શન કરવા નીકળી હતી, જે બાદ તે ઘરે પરત ફરી શકી નહીં.

તે જ સમયે માધવીના સ્વપ્ન પેલેસનો પાયો પણ નાખ્યો હતો. માધવીએ તેનું નવું મકાન ડિઝાઇન કર્યું હતું, તે કેવું હશે, અને પાયો નાંખાય ત્યાં સુધી તે દરેક કામને નજીકથી જોઈ રહી હતી, પરંતુ આ દરમિયાન તેનું આકસ્મિક મોત થઈ ગયું.

જ્યારે ઘર બનીને તૈયાર થઈ રહ્યું હતું ત્યારે પતિ શ્રીનિવાસ અને 2 પુત્રીઓ માધવીની કમી મહેસુસ થવા લાગ્યા. આવી સ્થિતિમાં શ્રીનિવાસે આ કમીને પૂરી કરવા માટે બેંગ્લોરથી એક શિલ્પકારનો સંપર્ક કર્યો અને તેની સહાયથી માધવીનો સિલિકોન પુતળા તૈયાર કરાવ્યું.

આ પુતળું બોલી અને ચાલી નથી શકતું પણ માધવી જેવું જ લાગે છે. ઘરના ડ્રોઇંગરૂમમાં માધવીનો આ સિલિકોન પુતળા સોફા પર મૂકવામાં આવ્યું હતું.

ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર દરેક વ્યક્તિ માધવીને ફરી જીવંત જોઈ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે કોઈને સમજવામાં થોડો સમય લાગ્યો કે આ તેમની વાસ્તવિક માધવી નથી પરંતુ તેનું પુતળું છે. શ્રીનિવાસ મૂર્તિએ તેની પત્નીને યાદ રાખવા માટે જે કર્યું તે આખા કોપ્પલમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.