Not Set/ #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ, 942 લોકોનાં મોત

  વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે હવે ભારતમાં પણ કોરોનાવાયરસનો ભય વધારે જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આ ચેપથી સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 2.6 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 7.49 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં પણ રોજિંદા કોરોના કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જારી […]

India
d7a95eb30d10cfa61e0f61f104fac064 1 #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ, 942 લોકોનાં મોત
 

વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે હવે ભારતમાં પણ કોરોનાવાયરસનો ભય વધારે જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આ ચેપથી સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 2.6 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 7.49 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

ભારતમાં પણ રોજિંદા કોરોના કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપની સંખ્યા વધીને 23,96,637 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 66,999 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

દરમિયાન દેશમાં 942 કોરોના ચેપગ્રસ્ત લોકોનાં મોત થયા છે. 16,95,982 દર્દીઓ ઠીક થયા છે અને અત્યાર સુધીમાં કુલ 47,033 લોકો મૃત્યુ પામ્યા છે. રિકવરી દર વિશે વાત કરીએ તો, તેમા સુધારો જોવા મળી રહ્યો છે. જે હવે વધીને 70.76 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 8.06 ટકા છે. ઓગસ્ટ 12 નાં રોજ 8,30,391 કોરોના સેમ્પલોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 2,68,45,688 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.